અંબાણી પરીવારના ડાયરા મા પોતાની કલા દેખાડનાર અલ્પાબેન પટેલ નો જન્મ ગુજરાતના આ નાના એવા ગામ મા થયો હતો…જાણો તેમના વિશે એવી અજાણી વાતો કે…
ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે હાલમાં જ અંબાણી પરિવારના આંગણે આયોજિત લોક ડાયરામાં અનંતના લગન ગીત ગાયા હતા, સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર પૈકી અલ્પાબેન પટેલની પસંદગી અંબાણી પરિવારે કરી હતી, ત્યારે ખરેખર અલ્પાબેન પટેલ માટે આ ખુશીની વાત છે, ચાલો આજે અમે આપને અલ્પાબેન પટેલના જીવનની જાણી અજાણી વાતો વિશે જણાવીએ
. આપણા ગુજરાતનાં ખૂબ જ પ્રસિદ્ધ અને લાખો દિલો પર પોતાના અવાજનો જાદુ ચલાવનારા અલ્પાબેન પટેલ આજે દેશ વિદેશમાં લોકપ્રિય છે તેમજ ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યો ભારતદેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, જેને પ્રખ્યાત કરવામાં ગુજરાતી કલાકારો, ગાયકો નો ખુબ જ ફાળો છે.
અલ્પાબેન પટેલ એ પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર ૧૦ વર્ષની ઉંમરે કરી હતી. તેમના સ્ટેજ પરોર્મન્સ અને લોકડાયરાઓ લોકોના મન મોહી લે તેવા હોય છે, તેમનો સ્વર શ્રોતાઓને ખૂબ પસંદ પડે છે. અલ્પાબેન પટેલ નો જન્મ બગસરાના મૂંઝાયાસર ગામે થયો હતો. પોતે માત્ર ૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હોવાથી તેમનો સંપૂર્ણ ઉછેર તેમના મામા ના ઘરે થયો હતો.
અલ્પાબેન પટેલે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ જૂનાગઢ જિલ્લા માં કર્યો હતો તેમણે ત્યારબાદ પી. ટી. સી. નો અભ્યાસ કર્યો હતો.અલ્પાબેન ને સંગીતમાં ખુબજ રુચિ હતી, જેથી તેમને પોતાના માતા અને ભાઈ તરફથી ખૂબ જ સહકાર મળ્યો હતો.સુરતમાં તેમના પહેલા પ્રોગ્રામની ફી માત્ર ૫૦ રૂપિયા હતી, જ્યારે આજે તેમનો એવો સુવર્ણ સમય ચાલી રહ્યો છે કે તેમના પર અઢળક પૈસાનો વરસાદ થાય છે.
હાલમાં તેમના એક શો ની બુકિંગ રકમ રૂપિયા અંદાજીત લાખ રૂપિયમાં પણ હોય શકે છે. અલ્પાબેન પટેલના કાંઠે ગવાયેલા, ગરવી રે ગુજરાત માં પટેલ વટ છે તમારો, ચાર ચાર ધામની મા ખોડલની આરતી, માંગુ વિસ આપે ત્રીસ મારો દ્વારકાધીશ જેવા અનેક ગીતો લોકોને હૈયે વસેલા ગીતો છે. અલ્પા પટેલને ખોડિયાર માતા ઉપર અતૂટ શ્રધ્ધા છે, હાલમાં તેઓ ખૂબ જ ખુશહાલ અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.
આજે તેમની બોલબાલા દેશ વિદેશમાં પણ છે, હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો પૈકી અંબાણી પરિવાર આંગણે આયોજિત લોક ડાયરામાં અલ્પાબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી. જોગવડ ખાતે લોકડાયરામાં અલ્પાબેન પટેલે ગુજરાતી ભજનો અને અનંત અંબાણી માટે લગન ગીત ગાયું હતું, ખરેખર અલ્પાબેન પટેલે હાલમાં પોતાની ગાયિકી માટે ખૂબ જ વખણાય છે. અલ્પાબેન પટેલને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, તેઓ તેમના જીવનના સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.