Gujarat

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જિગ્નેશ બારોટે ખરીદી મોંઘીદાટ આલીશાન ગાડી, કિંમત જાણીને ચોંકી જશો, જુઓ ખાસ તસવીરો

ગુજારતના લોકપ્રિય ગાયક કલાકાર એવા જીગ્નેશ બારોટ જેને આપણે સૌ કોઈ કવિરાજ તરીકે ઓળખીએ છે. ગુજરાતીઓ ગીતોમાં કવિરાજનું નામ મોખરે આવે છે. પોતાના જીવનમાં સંગીત થકી આ આજે તેઓ  વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, હાલમાં જ  કવિરાજએ એક ખૂબ જ સુંદર અને આલીશાન ગાડી લીધી છે અને આ ખુશ ખબર તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.


આ ખુશ ખબર સામે આવતા જ કવિરાજના સૌ ચાહકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે તેમજ શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કવિરાજ આ પહેલા પણ અંદાજિત 51 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી હતી અને ફરી એકવાર હવે તેમને પોતાના પપ્પા માટે એક સુદંર અને આલીશાન ક્રેટા ખરીદી છે, વાઇટ રંગની આ ક્રેટા કાર ખરીદતી વખતેની તસવીરો કવિરાજ સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં કવિરાજ પોતાના પપ્પાને અભિનંદન પાઠવ્યા છે

.

સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરતા જીગ્નેશ કવિરાજે અત્યાર સુધીમાં 10થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમજ 300થી વધુ આલ્બમમાં ગીતો ગાયા છે. તેમની ‘જાનુ મારી લાખોમાં એક’, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’ ફિલ્મ હીટ રહી હતી.  ત્યારે હાલમાં તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે જીવી રહ્યા છે. એક સમયે તેમને ખૂબ જ સંઘર્ષ કરેલ છે, ત્યારે આજે આટલી સફળતા મળી છે.

જીવનમાં ખૂબ જ સફળતા મેળવ્યા છતાં પણ પોતાના સંસ્કારોને ક્યારેય નથી ભુલ્યા અને આજે પણ જયારે તેમને આ નવી ગાડી લીધી છે, તેમને પોતાની દીકરીના હસ્તે પૂજા અર્ચન કરાવેલ અને તમામ પરિવાર સાથે ફોટોશૂટ પણ કરાવેલું. તમને ક્રેટા કારની બજાર કિંમત જણાવીએ તો અંદાજિત કિંમત 22 લાખ રૂપિયા છે. હાલમાં તો સૌ કલાકારો સહિત તેમના સ્વજનો અને ચાહકો જીગ્નેશ બારોટને અભિનંદન સહ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!