Gujarat

ગુજરાતની જનતા માટે આવી મોટી ખુશખબરી,પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થયો ઘટાડો તો પંપે લાગી લાઈનો!! જાણો કેટલો ઘટાડો થયો

આજનો દિવસ સૌ ગુજરાતીઓ માટે પણ સારો રહ્યો છે કારણ કે, આજના દિવસે એક સારા સમાચાર સામે આવ્યા છે, આ સમાચારને તમામ રાજ્યના લોકોના ખર્ચમાં થોડો ઘટાડો થશે. આપણે જાણીએ છે કે, દેશમાં વાહનોની સંખ્યા કરોડોમાં છે. એક તરફ હાલમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક મોટી જાહેરાત સામે આવી છે અને આ કારણે આજના દિવસે તમામ વાહન ચાલકોને મોટો ફાયદો થશે. ચાલો અમે આપને આ સારા સમાચાર વિષે વધુ વિગતવાર માહિતી આપીએ.

આજનો દિવસ સૌ માટે સારો છે કારણ કે, લોકસભાની ચૂંટણી પહેલા જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આખા દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજ 15મી માર્ચ 2024, સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવશે. આ ભાવ ઘટાડાના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટવાથી ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે તેમજ 58 લાખથી વધુ ડિઝલ ટ્રકો, 6 કરોડ કાર અને 27 કરોડ ટુ-વ્હીલર ચલાવનારાઓના પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે.

આ ભાવ ઘટાડાના કારણે નાગરિકોને શું ફાયદો થશે?

* વધુ ખર્ચ કરવા માટેની રકમ (Disposable income) માં વધારો.
* પર્યટન અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે.
* ફુગાવા પર અંકુશ.
* ગ્રાહકોનો આત્મવિશ્વાસ અને ખરીદીમાં વધારો.
* પરિવહન પર આધારિત વ્યવસાયોના ખર્ચમાં ઘટાડો.
* લોજીસ્ટિક્સ, ઉત્પાદન અને રિટેલ क्षेत्र (Sector) માટે નફામાં વધારો.
* ખેડૂતો માટે ટ્રેક્ટર અને પાણીના પંપ ચલાવવાના ખર્ચમાં ઘટાડો.

આ ઘટાડો આપણી અર્થવ્યવસ્થાને તેજસ્વી બનાવવામાં અને સામાન્ય માણસના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે.

તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થયો છે, તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોને રાહત આપી હતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેથી રાહત આખા દેશમાં લાગુ થશે અને 6 વાગ્યાથી અમલમાં આવી ગઈ છે.ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો તફાવત આવશે. પેટ્રોલ: ₹96.40 -> ₹94.40 (₹2 ઘટાડો) અને ડીઝલ: ₹92.14 -> ₹90.14 (₹2 ઘટાડો) હાલમાં લોકસભા ચુનાવ પહેલા પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ઘટાડો થઇ જતા વાહન ચાલકોમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ છે તેમજ પેટ્રોલપંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!