Viral video

ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ પોતાના ચાહકોને ઘર બેઠાં કરાવ્યા શ્રી રામ મંદિરના દર્શન, જુઓ વિડીયો…

ગુજરાતના લોકપ્રિય ગાયિક ગીતાબેન રબારી હાલમાં અયોધ્યાની યાત્રા પર ગયા હતા. ગીતાબેન રબારીના સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અયોધ્યા ખાતે સાંસ્કૃતિક વિભાગ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ” રામોત્સવ ” નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીતાબેન રબારીને સિંગર તરીકે આમંત્રિત કર્યા હતા. આ ખુશીની લાગણી ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિ કરી હતી. ખરેખર આ ગર્વશાળી પર્વ કહેવાય કે, અયોધ્યાની પાવન ધરા પર આપણા ગીતાબેન રબારીએ પર્ફોમન્સ આપ્યું.

ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ ચાહકોને જણાવ્યું હતું કે, શ્રી અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામ જીના ચરણોમાં આજની ભક્તિમય સાંજ… હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં શ્રી રામોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.… આપ સૌ ચોક્કસ હાજરી આપશો. ગીતાબેન રબારીએ ભજન સંધ્યા પહેલા ભગવાન શ્રી રામના મંદિરની મુલાકાત લઇને શ્રી રામજીના દિવ્ય દર્શન કરીએન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગીતાબેન રબારીએ શ્રી રામના દર્શન કરીને ધન્યતા અનુભવી પરંતુ તેમના ચાહકો પણ ઘર બેઠા શ્રી રામજીના દિવ્ય દર્શન કરી તે માટે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ ચાહકોને ઘરબેઠા જ શ્રી રામ મંદિરના દર્શન કરાવ્યા હતા અને સૌ ચાહકોને એક ખાસ વાત પણ કહી છે, ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે ગીતાબેન રબારીએ શું કહ્યું. આ વિડીયો હાલાં સોશિયલ મીડીયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગીતાબેન રબારીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાંથી સૌ ભાવિ ભક્તોને શ્રી રામ મંદિરના વર્ચ્યુઅલ દર્શન કરાવતી વખતે સૌને કહ્યું કે, જય શ્રી રામ, આજે અમે આવ્યા છીએ અયોધ્યા ધામ, હું વિડીયોના માધ્યમથી આપ સૌને શ્રી રામ મંદિરના દર્શન કરાવી રહી છું. તમે પણ બધા સૌ શ્રી રામજીના દર્શન કરવા પધારો. જય શ્રી રામ. આ વિડીયો હાલમાં સૌ ચાહકોને પસંદ આવી રહ્યો છે અને સૌ ચાહકો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી રહ્યા છે અને ગીતાબેનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!