Viral video

સ્ટેડિયમમાં લોકોએ બુમો પાડીને નિતા અંબાણીને કહ્યું ” નીતા કાકી! કેમ છો? પછી નીતા અંબાણીએ એવું કર્યું કે, તમે હસી પડશો….જુઓ વિડિયો

અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓ ગુજરાતી હોવાનું ગર્વ પણ છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. હાલમાં જ પ્રિ વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના અનેક એવા વિડીયો સામે આવ્યા છે, આ વિડીયોમાં તેઓ ગુજરાતી બોલે છે. તેઓ દેશના સૌથી અમીર પરિવાર હોવા છતાં પણ પોતાની માતૃભાષા પ્રત્યે ખુબ જ પ્રેમ છે તેમજ ગુજરાતીઓ લોકો પ્રત્યે લગાવ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી વાઈબ્રેન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો હતો.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, મુકેશ અંબાણી જતા હોઈ છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનકજ જોર થી બોલે છે ‘મુકેશ કાકા’ અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખુબજ ખુશ થઇ જાય છે અને તેમના ચહેરા પણ ખુશી છલકાઈ આવે છે. અને તે હાથ ઉંચો કરીને તેમની ખુશી વ્યક્ત કરે છે. આ વિડીયો પરથી કહી શકાય છે ગુજરાતી એ ગુજરાતી હો બાકી.

આ વિડીયો બાદ નીતા અંબાણીનો પણ એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો જોઈ શકશો કે સ્ટેડિયમમાં નીતા અંબાણીને જોઈને ગુજરાતી ઓડિયન્સ જોર જોરથી બૂમો પાડે છે કે, નીતા કાકી! આ સાંભળીને નીતા અંબાણી ગુજરાતી ઓડિયન્સ તરફ જુએ છે અને તેમને સૌ કોઈ હાથ ઊંચો કરીને તેમને હાઈ કહે છે અને હળવું સ્મિત પણ આપે છે.

આ વિડીયો સૌ કોઈ ગુજરાતીઓને પસંદ આવી રહ્યો છે કારણ કે નીતા અંબાણીએ ગુજરાતી ઓડિયન્સને પ્રતિભાવ આપીને એ સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ ખુબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવે છે અને દરેક વ્યક્તિ સાથે પ્રેમ ભાવ અને લાગણીઓથી જોડાયેલ છે, ખરેખર આ વિડીયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

વિડીયો જોવા અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!