India

માંથી મોટું કોઈ નથી! દીકરાએ પોતાની ચામડીમાંથી માં માટે બનાવ્યા ખડાઉ, કારણ જાણીને રડી પડશો…જાણો, ક્યાંનો છે આ કિસ્સો…..

આજના કલિયુગમાં શું શ્રવણ જેવી માતા પિતાની સેવા કરી શકે? તમે કહેશો કે ન કારણ કે આજના સમયમાં સંતાનો પોતના માતા પિતાઓની સેવા કરવાને બદલે વૃધાશ્રમમાં મૂકી આવે છે પરંતુ હાલમાં જ મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક ખુબ જ હ્નદય સ્પર્શી ઘટના ઘટી છે, વાત જાણીને તમને પણ નવાઈ લાગશે કે. એક દીકરાએ પોતાની ચામડીમાંથી માતાના ચરણ પાદુકા બનાવ્યા છે.

આવું હ્નદય સ્પર્શી કાર્ય કરનાર આ યુવાન અનેક ગુન્હાઓ કરી ચુક્યો છે, એક સમયમાં તે હિસ્ટ્રીશીટર હતો અને આ જ કારણે જ્યારે તે જેલમાં તેની સજા ભોગવીને પરત ફર્યો. ત્યારે પ્રાયશ્ચિતના રૂપે પોતાની માતા પ્રત્યેના અપાર પ્રેમ અને ભક્તિનું એવું ઉદાહરણ રજૂ કર્યું, તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે પુત્રએ તેની ચામડી ઉતારીને તેની માતાને તેમાંથી બનાવેલા ચપ્પલ પહેરાવી દીધા.

આ કરુણ દાયક ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, પ્રોપર્ટી બિઝનેસમેન રૌનક ગુર્જર એક સમયે હિસ્ટ્રીશીટર ક્રૂક રહી ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા, ભાગી જવા દરમિયાન તેને પોલીસે ગોળી મારી હતી અને તેની સામે એક ડઝનથી વધુ ગુના નોંધાયેલા હતા. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ હૃદય પરિવર્તન આવ્યું અને પ્રોપર્ટીના ધંધાની સાથે પ્રાયશ્ચિત માટે ધાર્મિક કાર્યક્રમોમાં પણ જોડાઈ ગયા. રૌનકના કહેવા પ્રમાણે, તેણે રામાયણમાં વાંચ્યું હતું કે પોતાની ત્વચાથી માતા માટે ‘ખડાઉ’ બનાવવા તે પણ માંનું ઋણ ચૂકવવા માટે ઓછું છે.

રૌનકએ પોતાના પરિવારમાં ભાગવત કથાના કાર્યક્રમ દરમિયાન, રૌનક એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો અને તેની જાંઘમાંથી ચામડી કાઢી નાખી અને ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સમાં કથા સ્થળે આવ્યો. કથાના મંચ પર માતાને અપાર પ્રેમથી ભરપૂર આ ભેટ આપી અને આ ભેટ જોઈને માતા નિરુલા ગુર્જર તેમના પુત્ર પ્રત્યે અપાર પ્રેમ વરસાવ્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!