અંબાણી પરિવારે આદિત્ય ગઢવીનો જન્મદિવસ ઉજવ્યો ધામધૂમથી! નિતા અંબાણીની એ કર્યા ઢગલા બંધ વખાણ…જુઓ વિડિયો
હાલમાં જ મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાણી ક્લચર સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.આ ખાસ સેલિબ્રેશનમાં ગુજરાતના યુવા પેઢીના લોકપ્રિય સિંગર આદિત્ય ગઢવીએ પર્ફોમન્સ કર્યું હતું. અંબાણી પરિવાર આદિત્ય ગઢવીના પર્ફોમન્સથી ખુબ જ પ્રભાવિત થયા અને નીતા અંબાણીએ લાહો લોકોની સમક્ષ આદિત્ય ગઢવીના ઢગલાબંધ વખાણ કર્યા. આ વિડીયો વારયલ થઇ રહ્યો છે.
નીતા અંબાણીએ આદિત્ય ગઢવીના વખાણ કરતા કહ્યું કે,અમે તમને ગોતી લીધા છે, તમે ગુજરાતી ગીતોને ગ્લોબલ બનાવી દીધું છે. તમારા અવાજ, એનર્જી અને જુસ્સાથી ગુજરાતી સંગીતને ઊંચાઈ સુધી લઇ ગયા છો. તમે અમારા ગુરાતીઓનું ગૌરવ છો, અંગત રીતે કહું તો હું તમારી બહુ મોટી ફેન છું. ” ખરેખર નીતા અંબાણીએ આદિત્ય ગઢવીના વખાણ તો કર્યા પરંતુ આદિત્ય ગઢવીનો જન્મ દિવસ પણ સેલિબ્રેટ કર્યો.
આદિત્ય ગઢવી એ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા કર્હ્યું કે, હું વ્યક્તિગત રીતે તો ત્યાં ચોંકી ગયો જ્યારે concert પછી અંબાણી પરિવારને ખબર પડી કે મારો જન્મદિવસ હતો ત્રીજી એપ્રિલે, તો એમણે મારા માટે કેક મંગાવી અને આદરણિય મુકેશભાઇ અંબાણીજી, શ્રીમતી નીતાબેન અંબાણી અને આદરણિય કોકીલાબેને મારા માટે બર્થ ડે સોંગ ગાઇને મારા માટે કેક કટ કરી અને મારો જન્મદિવસ ઉજવ્યો. અંબાણી પરિવાર એટલા માટે જ કદાચ બધાને વ્હાલો લાગે છે કારણકે તેઓ સહુને પરિવારની જેમ રાખે છે. મારા માટે એ ક્ષણ જીવનભર યાદ રહે એવી ક્ષણ હતી.
બાણી પરિવારે જે મારું સન્માન કર્યું અને પ્રેમ આપ્યો એના માટે હું ઋણી છું. સામાન્ય રીતે મુકેશભાઇ અંબાણી ઓછા કાર્યક્રમોમાં જાય છે એવું મને જાણવા મળ્યું, પણ અમારા Concertમાં છેક સુધી બેઠા અને અંતે Concert પછી મને ખાસ શુભેચ્છાઓ આપવા આવ્યા અને મારો Birthday celebrate કર્યો. Mrs. Neetaben Ambani makes each and every artist feel like they are at home. મુંબઇમાં મારા પહેલા concertને આટલો અદ્ભુત પ્રતિસાદ આપી સાંભળવા આવેલા બધા જ શ્રોતાઓનો દિલથી આભાર. હું એટલું જ કહીશ કે, “મુંબઇ મેં યે તો બસ શુરુઆત હૈ!” હાલમાં તો સોશિયલ મીડિયા પર આદિત્ય ગઢવી છવાઈ ગયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.