GujaratViral video

હાર્દિક પંડયાએ સોમનાથ મહાદેવ બાદ કરી શ્રી કૃષ્ણની ભક્તિ! હરે કૃષ્ણ, હરે રામ ભજન ગાયું, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ.. જુઓ

હાલમાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર હાર્દિક પંડયા ચર્ચામાં આવેલ છે, થોડા દિવસ પહેલા હાર્દિક પંડયાએ સોમનાથ ખાતે મહાદેવના ચરણોમાં સોમેશ્વર પૂજા કરી હતી, તેમજ સોમનાથ મહાદેવના મંદિરમાં ધ્વજા ચડાવી હતી અને મહાદેવના ચરણોમાં પાર્થના કરી હતી, આપણે સૌ કોઈ જાણીએ છે કે હાર્દિક પંડયાની ટીમ આઈ.પી.એલમાં સતત હારનો સામનો કરી રહી છે, ત્યારે હાર્દિક પંડયા સોમનાથ મહાદેવને પાર્થના કરી.

હાલમાં જ હાર્દિક પંડયાનો ભક્તિ કરતો વધુ એક વિડીયો સામે આવ્યો છે, હાર્દિક પંડયાના ઘરે એક પ્રસંગ યોજાયેલ હતો અને આ પ્રસંગમાં હાર્દિક પંડયાએ ભગવાન શ્રી કૃષ્ણનો મહામંત્ર :હરે કૃષ્ણ હરે કૃષ્ણ | કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||હરે રામ હરે રામ | રામ રામ હરે હરે || નો જાપ કર્યો. હાર્દિક પંડયાની સાથે કૃણાલ પંડયાએ પણ પોતાના ભાઈ સાથે મહામંત્રનો જાપ કર્યો. વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે પંડયા પરિવાર સહિત સૌ મહેમાનો ભક્તિમય બન્યા હતા.

હાર્દિક પંડયાએ જે મહામંત્રનો જાપ કર્યો તે હરે કૃષ્ણ મહા મંત્રનાં પ્રણેતા શ્રી ચૈતન્ય મહાપ્રભુ હતા. ભક્તો મહા મંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

એક તરફ સતત મેચમાં હાર મળી રહી છે, ત્યારે હાર્દિક પંડયા ભક્તિમાં લીન થઈને ઈશ્વર પાસે પોતાની ટીમની જીતની પ્રાર્થના કરી રહ્યા છે, હાલમાં જ અંબાણી પરિવાર પણ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા, સહ પરિવાર દાદાના ચરણોમાં પૂજા અર્ચના કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!