Entertainment

ખુબ ભવ્ય રીતે ઉજવાયો અનંત અંબાણીનો 29 મોં જન્મદિવસ! સલમાન ખાને અનંત માટે ગીત ગાયું… જુઓ જન્મદિવસની ખાસ તસ્વીર

જામનગરમાં આજે અનંત અંબાણીનો જન્મદિવસ છે. હાલમાં સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ થઇ રહી છે, તેની તસવીરો સામે આવી છે. કાની રાત્રીમાં જ ભવ્ય સેલિબ્રેશન પણ થયેલું છે. આપણે જાણીએ છે કે અંબાણી પરિવારના ઘર આંગણે કોઈપણ પ્રસંગ હોય ત્યારે બૉલીવુડના કલાકારો હાજર હોય છે. પ્રિ વેડિંગમાં શાહરુખ, આમિર અને સલામન ખાન એક સાથે સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર સલામાન ખાને અનંતના બર્થ ડેમાં ગીત ગાયું છે.

જામનગરમાં અનંતના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર સ્થળને ફેન્સી લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. ઉપરાંત, અમે કેટલાક મહેમાનો જામનગર આવતા જોયા, તેમની સાથે એક સુંદર કેક ખાસ ગોઠવવામાં આવી હતી. ‘રેડિટ’ પોસ્ટ અનુસાર, અમને જાણવા મળ્યું કે સલમાન ખાન અને ઓરી સહિત અનેક કલાકારો હાજર રહ્યા છે જેથી ફરી એકવાર જામનગરમાં સુપર સ્ટારનો જમાવડો થયો છે.

તમામ બૉલીવુડના કલાકારો જામનગર આવ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની બર્થડે પાર્ટીનો સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાને કંઈક એવું કર્યું જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.આ વિડીયોમાં જોઈ શકશો કે, સલમાન ખાન સાથે સિંગર બી પ્રાક પણ જોવા મળ્યો છે.

આ વીડિયોમાં સલમાન ખાન ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનની નવી સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવી રહી છે.

આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મનું બી પ્રાક સાથે ‘એનિમલ કા દુનિયા જલા દેંગે’ ગીત ગાતો જોવા મળ્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો જોયા પછી ચાહકો જોતા જ રહી ગયા. આ પાર્ટીમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.આ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!