India

પોતાના જ સાવકાભાઈએ હાર્દિક અને કૃણાલ પંડ્યા સાથે દગો કર્યો ??? પોલીસે કરી ધરપકડ, જાણો પૂરો મામલો

હાલમાં એક તરફ આઈ. પી.એલ.ની સીઝન ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. તમને સૌ કોઈને જાણીને નવાઈ લાગશે કે. ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની બુધવારે તેની અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે બિઝનેસમાં છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 37 વર્ષીય વૈભવ પંડ્યાએ મુંબઈ સ્થિત ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડની છેતરપિંડી કરી છે. હાર્દિક પંડ્યા, તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને સાવકા ભાઈ વૈભવ પંડ્યા વચ્ચે ભાગીદારીમાં પોલિમર ફર્મ છે.

આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ છીએ કે, આખરે શું બનાવ બન્યો છે.ત્રણેય ભાઈઓએ વર્ષ 2021માં પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂ થયેલ ભાગીદારી કંપનીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પાસે 40% શેર છે. જ્યારે વૈભવ પંડ્યા બાકીના 20% શેર ધરાવે છે. શરત મુજબ પેઢી ચલાવવાની સમગ્ર જવાબદારી વૈભવ પંડ્યાની હતી. પોલિમર બિઝનેસમાંથી નફો પણ સમાન પ્રમાણમાં વહેંચવાનો હતો.

વૈભવ પંડ્યાની નિયત બગડી અને પોતાના સ્વાર્થ ખાતર પોતાના જ ભાઈઓ સાથે વિશ્વાસ ઘાત કર્યો. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર વૈભવે શરતોનો ભંગ કર્યો અને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની જાણ વગર બીજી પોલિમર ફર્મ શરૂ કરી. પાર્ટનરશિપ કંપનીનો નફો તેના ભાઈઓને આપવાને બદલે વૈભવ પંડ્યાએ અલગ કંપની બનાવી.

પોતાની જ કંપનીમાં નફાના પૈસા ટ્રાન્સફર કરી દીધી.વૈભવ પંડ્યાને કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આ ઘટના બાદ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની ફરિયાદના આધારે તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ જ ચર્ચામાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!