સુરતમાં બની કાળજુ કંપાવી દેતી ઘટના !! તલવારના ઘા ઝીકીને થઈ કારપીણ હત્યા, હત્યાનું કારણ…
ગુજરાતમાં દિવસે ને દીવસે હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવે છે, હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના ખરેખર ખુબ જ હ્નદય કંપાવી દેનાર છે. ફિલ્મી સ્ટાઈલની જેમ જ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હત્યાના બનાવો CCTVમાં કેદ થયા છે. આખરે યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે વીગતવાર જણાએ.
ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભજન સરદાર નામનો એક બુટલેગર પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો એ જ સમયે સિંગોડી સરદાર નામનો બીજો બુટલેગર પોતાના સાગરીતો સાથે આવીને ભજન સરદારની કારને ઓવરટેક કરી હતી અને કારની આગળ બોલેરો મૂકી ભજન સરદાર પર હુમલો કર્યો અને ત્યારબાદ ભજન સરદારને બહાર કાઢી તલવારોથી પ્રહારો શરૂ કરી દીધા હતા અને ફિલ્મી સ્ટોરીની જેમ જ આરોપીએ ભજન સરદારના હાથ કાપી નાખ્યા અને માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું.
આ બનાવની જાણ ઉધના પોલીસે સ્થળ ઉપર પહોંચી ભજન સરદારની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને હત્યા કરનાર બીજા બુટલેગરોની શોધખોળ શરૂ કરી હતી તેમજ મૃતક ભજન સરદાર અને એમની હત્યા કરનાર સીંગોડી સરદાર વચ્ચે થોડા દિવસ અગાઉ પૂણે મહારાષ્ટ્ર ખાતે લગનમાં ઝઘડો થયો હતો બદલો લેવાની ભાવનામાં આવું કતલ થયેલું અને હાલમાં આ બનાવના કારણે શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.