લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ સગાઈના બંધને બંધાયા! સોશિયલ મીડિયા પર શેર કરી સગાઈની આ ખાસ તસવીરો…જુઓ
ઉત્તર ગુજરાતનું નામ આવતા જ સૌથી પહેલા ” મણિરાજ બારોટ ” ની યાદ આવી જાય. મણિરાજ બારોટ ગુજરાતી લોક સંગીતનું ઘરેણું છે અને તેમનો આ અમૂલ્ય વારસો તેમની દીકરી રાજલ બારોટને મળ્યો છે. રાજલ બારોટના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે, કારણ કે મણિરાજ બારોટે જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી, ત્યારે ફૂલ જેવી ચાર-ચાર દીકરી નોધારી બની ગઈ હતી. દુઃખ ડુંગર આવ્યા છતાં પણ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે પિતાધર્મ નિભાવીને પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યાં.
રાજલ બારોટએ સંગીતની દુનિયામાં પોતાના પિતાની જેમ જ લોક ચાહના મેળવી અને સફળતાના શિખર સર કર્યા. તમને સૌ કોઈને જાણીને આનંદ થશે કે, રાજલ બારોટે પોતાની તમામ જવાબદારી પૂર્ણ કર્યા બાદ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. ખુશીની વાત એ છે કે, રાજલ બારોટ સગાઈના બંધને બંધાયા છે. પરિવાર તેમજ સ્વજનો અને લોકપ્રિય કલાકારોની હાજરીમાં રાજલ બારોટની શ્રીફળ વિધિ યોજવામાં આવી હતી.
આપને જણાવીએ દઈએ કે, રાજલ બારોટના થનાર પતિ કોઈ લોકપ્રિય ગાયક કલાકાર કે અભિનેતા નથી. રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈના બંધને બંધાઈને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. આ સગાઈની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ ખાસ તસવીરોમાં જોઈ શકશો કે રાજલ બારોટ અને અલ્પેશ બાંભણીયાની જોડી ખુબ જ સુંદર લાગે રહી છે.
રાજલ બારોટની સગાઈમાં તેમની ખાસ મિત્ર ગીતાબેન રબારી અને કિંજલ દવે સહપરિવાર હાજરી આપી હતી તેમજ લોકપ્રિય કલાકારો તેમજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજલ બારોટની સગાઈ પ્રસંગે ચારે બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે રાજલ બારોટે પોતાની ત્રણેય બહેનોને સુખી જીવનની ભેટ આપીને અંતે પોતાના ખુશહાલ જીવનની શરૂઆત કરી અને પિતાની કમીને પણ પૂર્ણ કરી છે. ખરેખર રાજલ બારોટના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે, એક બહેન, ભાઈ અને માતા-પિતાની કમી પુરી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.