સનાતન ધર્મની રક્ષા કાજે યોજાયું સંત સંમેલમ! સનાતન ધર્મની રક્ષા માટે જગતગુરુ શંકરાચાર્ય, મોરારી બાપુ સહિત ભાઈશ્રી ઓઝા અને સંતો આવ્યા મેદાને, જાણો વિગતે
આપણે જાણીએ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયવાળા હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં ફરી એકવાર સનાતન ધર્મના સંતોનીબેઠક યોજાય જેમાં ખુબ જ મહત્વની વાતો પણ કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલ માહિતીઅ અનુસાર રાજકોટના ત્રંબા ગામે 11 જૂનના રોજ સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાઈ હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવામાં આવી રહી છે.
ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, સનાતન ધર્મની કાજે યોજાયેલા આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ચારપડાના સંત મુક્તાનંદ બાપુ, જૂનાગઢના મહંત યોગીપીઠ શેરનાથ બાપુ, મહામંડલેશ્વર ઇન્દ્રભારતી બાપુ, વલકુ બાપુ, શ્રીનિર્મળાબા સહિતના સંતો-મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ધર્માંતરણ, દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાઈ. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાઈ.
પરમ પૂજ્ય મોરારી બાપુએ આ સંત સંમેલનમાં કહ્યું કે, , ‘અમે બેઠા બેઠા બોલ્યા એટલે જ કેટલાક લોકો ઉભા થયા છે, એટલે અમે અમારેય ઉભું થવું પડશે. ધર્મનું બખ્તર પહેરીને કેટલાક લોકો અધર્મ પોષી રહ્યા છે. તેને બંધ કરવાનો છે. સનાતન ધર્મ પર ધૂળ ચડી ગઇ છે. બહાર ફરવા ગયા અને બારીઓ ખુલ્લી ન રાખી એટલે આવું થયું છે. જોકે સનાતન ધર્મનો નાશ કરી શકે તેવી કોઇની તાકાત નથી.’ આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ.’
ભાઈએ શ્રી ઓઝા એ પણ કહ્યું કે, ,’જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે, બીજાને નીચા પાડવામા આવે છે તે ન થાય તેટલા માટે સૌ સંપીને રહો તે સનાતન ધર્મની સેવા છે. સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નથી, હાર્ટ વોશ કરવાનું છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય. હું જ મોટો, મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી જોઈએ. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઈ જાય. એટલે સનાતન સાથે જોડાયેલા રહો.’
ખરેખર સંત સંમેલનો મુખ્ય હેતુ એજ હતો કે સનાતન ધર્મનું જતન થાય અને લોકો ખોટા ગેરમાર્ગે ન દોરાઈ અને સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ નથી આ ધર્મ માટે દરેક વ્યક્તિએ સેવા કાર્ય અને રક્ષા અર્થે જોડાયેલા રહ્યું જોઈએ કારણે કે ધર્મ ત્યારે સચવાય છે, જ્યારે માનવ એકતાના તાંતણે બંધાઈ અને પોતાના ધર્મ પ્રત્યે સ્વાભીમાન ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.