Gujarat

વિદ્યાદાન મહાદનને સાર્થક કરી બતાવ્યું આ દીકરીએ! અત્યાર સુધી ૩૪ હજાર દીકરી ફી ભરવા માટે ૩.૪૦ કરોડનું દાન કર્યું, જાણી કોણ છે આ દીકરી???

આ જગતમાં દરેક માનવીએ પુણ્યનું કામ કરવું જોઈએ કારણ કે તમારા કરેલા સારા કર્મો જ તમને સારું જીવન અને સારું સુખ આપશે આ જગતમાં વ્યક્તિ જન્મે છે ત્યારે તેના કરેલા કર્મો જ તેને ફળ આપે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ જગતમાં માનવસેવા એ જ સૌથી મોટો ધર્મ છે અને એથી વિશેષ  કોઈને દાન આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે અને એમાંય સૌથી વિશેષ છે વિદ્યાદાન વિદ્યાદાન એ મહાદાન છે.

દરેક વ્યક્તિએ મનમાં એક જ વિચાર રાખવો જોઈએ કે સૌ ભણે અને સૌ આગળ વધે આ હેતુને સાર્થક કરવા માટે દરેક વ્યક્તિએ બાળકોને ભણાવવા માટે દાન કરવું જોઈએ કારણ કે વિદ્યા દાન કરવાથી એ દાન અમૂલ્ય જ્ઞાનરૂપી નો ભંડાર બની જાય છે અને જ્ઞાન એ જ જીવનને  જીવવાનો સાચો ઉદ્દેશ બતાવે છે.

આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું જે ૩૪ હજારથી વધુ દીકરીઓના શિક્ષણ માટે ૩ કરોડથી વધુ રૂપિયાનું દાન આપ્યું છે. ચાલો અમે આપને જણાવી કે આખરે આ દીકરી કોણ છે?

સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતે ‘બેટી બચાવ બેટી પઢાવો’ના સૂત્ર સાથે દસ વર્ષ અગાઉ 151 દિકરીઓની ફી ભરીને ઉમદા અભિયાનનો આરંભ કર્યો હતો. નિશિતા રાજપૂત ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિદ્યાર્થીનેતા ગુલાબસિંહ રાજપૂતના દીકરી છે.

લગ્ન બાદ પણ આ સેવાકીય કાર્ય કરી રહ્યાં છે. પોતાના લગન પણ સાદગી રીતે કરીએ લગ્નના ખર્ચના વધેલા નાણાંમાંથી 21 વિદ્યાર્થીઓના બચતખાતામાં પાંચ હજાર રૂપિયાની ફિક્સ ડીપોઝિટ કરાવી અને 251 વિદ્યાર્થિનીની School Fee જમા કરાવી આપી હતી અને આજે અનેક્ક દાતાશ્રીઓના સહારે દીકરીઓની શિક્ષા આપે છે અને અન્ય સેવાકીય પ્રવૃતિઓમાં વૃદ્ધ લોકોને ટિફિન આપવાની સેવા તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપે છે, ખરેખર માનવ સેવા ને જ પોતાનું જીવન સમર્પિત કર્યું છે, નીશીતા બેનના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!