અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી સારી આગાહી! ગુજરાતમાં વરસાદને લઈને ભાખ્યું ભવિષ્ય જાણો, ગુજરાતમાં વરસાદ કેવો રહેશે?
ગુજરાતમાં હવે ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ચોમાસું તમે કદાચ એન્ટ્રી કરવા સજ્જ છે ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે પણ ખેડૂતો માટે ખૂબ જ સારી આગાહી કરી છે. અમે આપને વિગતવાર જાણીએ કે અંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને શું મોટી આગાહી કરી છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે પણ વિગતવાર માહિતી જાણીશું.
સામાન્ય કરતા આ વખતે નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ વહેલો પ્રવેશ કર્યો છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમા ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયું છે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારે સક્રિય થશે તે વિગતવાર માહિતી જણાવીએ કે તા 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું હાલ મંદ પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે.ખરેખર સૌ કોઈ હાલમાં આતુરતા પૂર્વક વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
