રાજકોટ : કાળજું કંપાવી દે તેવી ઘટના! પુલ પરથી પસાર થતા દાદાનો થયો પાણીમાં ગરકાવ, આ રીતે થયો આબાદ બચાવ, જુઓ વિડીયો
હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારીઓમાં છે, ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામના પુલ પર એક ઘટના બની હતી જેમાં એક વૃદ્ધ પાણીમાં ડૂબી ગયા હતા. સદનસીબે, આસપાસના લોકોએ તેમને બચાવી લીધા હતા, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડઘરી ગામના પુલ પરથી ધોધમાર પાણી પસાર થઇ રહ્યું હતું અને વિડીયોમાં જોઈ શકશો કે, પાણીંનો પ્રવાહ પણ ખુબ જ વધારે છે. દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે ક્યારેય પણ વહેતા પાણીમાંથી પસાર થવાનો સાહસ ન કરવો જોઈએ કારણ કે પાણીનો ભરોસો ક્યારેય ન કરવો. પાણી માણસને ગમે ત્યારે મોતના મુખમાં ધકેલી દે છે.
આ વાયરલવિડીયોમાં જોઈ શકશો કે, આ દાદા પોતાની બાઈક લઇને પસાર થતા હતા, ત્યારે જ પાણીના પ્રવાહના કારણે તેમની મોટરસાઇલ પાણીંમાં તણાઈ ગઈ અને સાથે તેઓ પણ પડી ગયા અને જ્યારે તેઓ પોતાની ગાડીને પકડવા જાય છે, ત્યારે તેઓ પણ સાથે પુલની નીચે ખાબકી જાય છે, ત્યારૅ ગામના લોકો તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું. થોડી જ મિનિટોમાં તેઓએ વૃદ્ધને બહાર કાઢી લીધા.
આ ઘટના ગામના લોકો માટે ચેતવણી છે કે પુલ અને નદી કિનારા જેવા જોખમી સ્થળોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ આવા સ્થળોએ એકલા ન જવું જોઈએ અને તેમની સાથે કોઈની દેખરેખ હોવી જોઈએ. ચોમાસામાં પાણી અને વીજળીઓથી ખુબ જ સાવચેત રહેવું કારણ કે તમારો જીવ ગમે તે સંજોગમાં જોખમમાં મુકાઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
