ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પિતાને આપી આલીશાન કાર ભેટ ! પિતાએ જણાવી સાઇકલથી શરૂ થયેલ સફળતાની વાત,….જુઓ તસવીરો
જરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ફાધર્સ ડેના દિવસે પોતાના પિતાને ખુબ જ કિંમતી આલીશાન કાર સરપ્રાઈઝ ભેટ તરીકે આપી છે. એક પિતા માટે આથી વિશેષ કઈ મોટી ખુશી હોય કે, તેમનું સંતાન તેમના માટે ખાસ ભેટ આપે. ખરેખર કિંજલ દવે પોતાના પિતા પ્રત્યે અતૂટ પ્રેમ અને લાગણીની ભાવના ધરાવે છે. કિંજલ દવેની સફળતામાં તેમના પિતાનો ખુબ જ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે લલિતભાઈ દવેએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ લાગણીઓમાં કિંજલ દવેની સફળતા અને લલીત દવેના જીવનની સંઘર્ષની ગાથા વ્યક્ત કરી છે. ખરેખર લલિતભાઈ દવે પણ પોતાનું જીવન પોતાના સંતાનો માટે વ્યર્થ કરીને તેમના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે.

કિંજલ દવેએ પોતાના પિતા અને માતા-ભાઈ સાથે ફોરચ્યુર કારની પૂજા અર્ચના કરી તેમજ કિંજલ દવેએ કારની ચાવી પોતાના હાથે પોતાના પિતાને ભેટમાં આપી. ખરેખર કિંજલ દવેએ પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે, લલિત દવેએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ તસવીરો શેર કરતી વખતે એક ખુબ જ લાગણીશીલ અને ભાવુક વાત કહી છે, જે આપણા સૌ માટે એ વાતની સાબિતી છે, કે દરેક વ્યક્તિનો સમય બદલાય છે. જો વ્યક્તિ ધારે તો અથાગ પરિશ્રમ થકી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

લલિત દવેએ લખ્યું છે કે, જોકે જેણે જન્મ લઈને હૃદયની લાગણી ને પ્રેમ સિવાય ક્યારેય કોઈ વસ્તુની માંગણીયો કે પછી જીદ મારી જોડે નથી કરી પણ એક સમય જેમની નાની મોટી ખુશીયો અને સપના પુરા કરવા હું સતત સમય સાથે જજુમતો રહ્યો જીવનમાં ખૂબ સંગ્રશ ને ઘણા પડકાર વચ્ચે 12 વરસની ઉંમરથી શરૂ થયેલી મારી એક જવાબદારીયો ભરેલી જિંદગી ખેતી હીરા હોટલ સિલાઈ કામ ને ઘણી બધી જગ્યાએ ભાગ્ય અજમાવ્યા બાદ જેના જન્મથી જીવનમાં જાણે ટ્રેનિંગ પોઇન્ટ ચાલુ થયો હોય તેમ સંગીત મૂળ મારો શોખ ભજન સત્સંગ અને નાના મોટા કાર્યક્રમ કઈ મળે નામળે બસ સ્ટેજ ઉપર બેસવા કે થોડું ગાવા મળે એમાં એની જીદ મારે આવવું એક ગીત ગાવા દો અને બસ સાયકલથી શરૂ થયેલીમારી ને કિંજલ ની આ સંગીતની સફરમાં મારી સાથે ખભેથી ખભો મિલાવીને સતત રાત દિવસ ઠંડી ગરમી વરસાદ ભણતરની સાથે ઉજાગરા જોયા વગર મારો સાથ આપ્યો અને આજે વિશ્વ લેવલે તેનું તો ખરા પણ મારૂ ને મારા ગામનું નામ ગુંજતું કર્યું છે.

અત્યારે તેનો સાથ જવાબદારિયો ખૂબ ખંત સાથે નિભાવે છે એવો મારો દીકરો આકાશને મારી દીકરી મને ખબર નહોતી કે હું જેમનીઘણી નાની ઈચ્છાઓને પુરી નથી કરી શક્યો એ એક દિવસ મારી કોઈ ઈચ્છા અધુરી નહિ રહેવા દે ને મારી આટલી મોટી આશાઓ આમ અચાનક સપ્રાઇજ આપીને પુરી કરશે ધન્ય છે મારા કાળજાના કટકા આજે મારી જોડે શબ્દો નથી કે મારી માં ચેહરનો અને તમારો બે નો આભાર કઈ રીતે વ્યક્ત કરૂં ખમ્મા મારા જીવકિંજું ને આકુ માં ચેહર તમારી બધી મનોકામના પુરી કરે એવી આશા પ્રાર્થના સાથે આશીર્વાદ, મારા બે વાઘ જેવા લાડકા દીકરા love you જય ચેહર સરકાર જેસંગપુરા. ખરેખર લલિત દવેની આ પોસ્ટ સૌકોઈના હદયને સ્પર્શી ગઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
