Gujarat

રાજકોટમાં બની દુઃખ દાયક ઘટના! માતા પિતા જરૂરથી વાંચે, સ્વિમિંગ પૂલે બે ફૂલ જેવી દિકરીઓને ભરખી ગ્યો, પૂરી ઘટના જાણી રડી પડશો

હાલમાં રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે,  રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 માસુમ બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કઈ રીતે બન્યો.

ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવાં મળ્યું છે કે, .  રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ હાઈટ્સ માં રહેતા અને ચોકીદારી કરતા બે નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે બાળકી મેનુકા પ્રકાશસિંહ  અને પ્રકૃતિ ગોકુલચંદ રાત્રીના સમયે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં રમી રહી હતી.

બન્ને દીકરીઓ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને આખરે તપાસ દરમિયાન  બંને બાળકીઓના મૃતદેહ સ્વિમિંગ પૂલમાં તરતા જવા મળ્યા હતા. આ બનાવને લઇને રાજકોટ શહેરમાં પણ ચકચાર મચી ગ્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે, કારણ કે આ બાળકી કઈ રીતે સ્વિમિંગપુલ માં પડી હશે તે એક રહસ્ય છે, હાલમાં તો આ બનાવને લઈને તપાસ શરૂ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!