લોક ડાયરાના સમ્રાટ કિર્તીદાન ગઢવીએ કરી સોનુ નિગમ સાથે ખાસ મુલાકાત! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો. જુઓ
ગુજરાતી સંગીતના દિગ્ગજ ગાયક કિર્તીદાન ગઢવીએ તાજેતરમાં જ બૉલીવુડના મહાન ગાયક સોનુ નિગમ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બંને કલાકારો માટે ખૂબ જ ખાસ હતી અને તેમના ચાહકો માટે પણ આનંદની ઘટના બની ગઈ છે.કિર્તીદાન ગઢવીએ આ મુલાકાતની કેટલીક તસવીરો તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું કે, “An unforgettable moment with the legendary Singer of Bollywood, mr.@sonunigamofficial.”

આ તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે અને લોકો બંને કલાકારોના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને કહ્યું કે આ બે દિગ્ગજોનો સંગમ ખૂબ જ ખાસ છે અને તેઓ આ બંને કલાકારોના ગાયનના કાયમના ચાહક છે.કિર્તીદાન ગઢવી અને સોનુ નિગમ બંને ભારતીય સંગીત ઉદ્યોગના દિગ્ગજ ગાયકો છે. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં અનેક સુપરહિટ ગીતો ગાયા છે. તેમના અવાજમાં અનોખો જાદુ છે જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે.

આ બંને કલાકારોની મુલાકાત એ બે વિશિષ્ટ પ્રતિભાઓનો સંગમ છે જેણે ચાહકોને ખુશ કરી દીધા છે. આશા છે કે આગામી સમયમાં આપણને આ બંને કલાકારોને કોઈ સંગીત પ્રોજેક્ટમાં સાથે કામ કરતાં જોવા મળશે.ખરેખર કિર્તીદાન ગઢવી અને સોનુ નિગમની આ મુલાકાત ચાહકો માટે ઉત્સાહજનક રહી છે.

કિર્તીદાન ગઢવી સાથેની આ મુલાકાત ગુજરાતીઓ માટે પણ યાદગાર રહેશે. ભાગ્યે જ કોઈ ગુજરાતી કલાકાર હશે કે જેને સોનુ નિગમ સાથે મુલાકાત કરી હોય. કિર્તીદાન ગઢવીએ સોનુ નિગમને ભેટી પડ્યા હતા. આ રીલ્સ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વારયલ થઇ રહી છે. ખરેખર કિર્તીદાન ગઢવી અને સોનુ નિગમે લોકોનું દિલ જીતી લીધું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
