અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભારે મોટી આગાહી કહ્યું કે, મકાનના છાપરા ઉડી જશે, જાણો ક્યારથી થશે ચોમાસુ સક્રિય…?
હાલમાં ચોમાસુ હવે બેસી રહ્યું છે, ત્યારે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ભારે મોટી આગાહી કરી છે, ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે વરસાદને લઈને શું મોટી આગાહી કરી છે? પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આગામી સમયમાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ જશે. સત્તાવાર રીતે જોઈએ તો હાલમાં પણ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે સૌ કોઈ મેઘરાજની આતુરતા પૂવર્ક રાહ જોઈ રહ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, તા. 17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી સમયમાં પૂર્વ આફ્રિકાથી ભારત તરફ ભારે પવન ફૂંકાશે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડની ડાળીઓ વળી જશે, મકાનના છાપરાં પણ ઉડી શકે છે.
ચોમાસાના આગમન પછી હવે ચોમાસું ધીમું પડી ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. પરંતુ આગામી છ દિવસોમાં ભારે પવન સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે તમેજ આગામી તા18થી 22 જૂન સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન ફૂંકાશે અને સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં 17 જૂનથી ચોમાસું સક્રિય થઇ ગયું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 22 જુનથી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
