અમદાવાદના યુવકે પ્રેમિકાને પામવા કરાવી તાંત્રિક વિધિ પણ થયું એવુ કે પોતે જ જીવ આપવાનો વારો આવ્યો… આજના યુવાનો જરૂરથી વાંચે
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના દરેક યુવા પેઢીઓ અને માતા-પિતાઓ માટે પણ ચેતવણી સમાન છે. આજના સમયમાં યુવા પેઢી પ્રેમમાં ખુબ જ આંધળા બની જાય છે અને ન કરવાનું કરી બેશે છે. આ જ કારણે ક્યારેક કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે, આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ.
વીટીવીના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, એક તાંત્રિકે યુવકને પ્રેમિકા પરત આવી જશે એવી લાલચ આપીને તાંત્રિક વિધિને નામે પૈસા પડાવ્યા હતા અને આખરે આ તાંત્રિકની લાલચ દિવસે ને દિવસે એટલી વધી ગઈ કે, આખરે યુવકે મોતને વ્હાલું કર્યું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ ટુકડે ટુકડે રૂપિયા 4 લાખ પડાવ્યા હતા.
આ ઘટનામાં મૃતક અંગે માહિતી જાણીએ તો મૃતક યુવકનું નામ દર્શન કાછીયા હતું અને તે લાંભા ગામમાં પરિવાર સાથે રહેતો હતો..આનંદનગરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.. લાંભા ગામમાં રહેતા લલિત ગુપ્તા સાથે 2 વર્ષ પહેલાં મૃતકને મિત્રતા થઈ હતી અને આરોપી દર્શન પાસેથી અનેકવાર ઉછીના પૈસા લેતો.
આ મિત્રતામાં વળાક ત્યારે આવ્યો જ્યારે લલિત ગુપ્તાને જાણ થઇ કે દર્શન એક યુવતીને એક તરફી પ્રેમ કરે છે. આરોપી લલિતે યુવતીને પામવા તાંત્રિક વિધિની વાત દર્શનને કરી હતી. દર્શન માની ગયો અને લલિતે ટુકડે ટુકડે રૂ 4 લાખ પડાવ્યા હતા. આ બનાવના દુઃખદ ઘટના ત્યારે બની જયારે દર્શનનું દેવું વધી ગયું તેમજ પ્રેમિકા પણ મળી ન હતી. .
અસલાલીમાં દર્શન કાછીયા ના આપઘાત કેસમાં પોલીસે એક વર્ષ બાદ લલિત ગુપ્તા વિરુદ્ધ દુષપેરણાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે
અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્જેક્શન કર્યા હોવાના પુરાવા પોલીસે જપ્ત કર્યા છે.. આ ઉપરાંત લલિત ગુપ્તાએ રૂ 4 લાખનું શું કર્યું તે તપાસ હાથ ધરાઈ છે, હાલમાં આ સમગ્ર બનાવમાં તપાસ શરૂ છે. આ ઘટના અંગે યુવા પેઢીએ ચેતી જવું જોઈએ કે, ક્યારેય પણ અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ અને એક તરફી પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ.