Gujarat

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી! કહ્યું કે, આ તારીખથી મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, ગાજ વીજ સાથે ત્રાટકશે…

હાલમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ વર્ષે જૂન મહિનો અડધો પતવા આવ્યો છતાં વરસાદનો માહોલ જામ્યો નથી. પરંતુ એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં  સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.

આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, ખરેખર આ વર્ષે ભારે ગરમી પણ પડી છે અને આ કારણે અનેક લોકોએ હિટવેવનો સામનો પણ કર્યો છે તેમજ અનેક લોકોને લુ પણ લાગી છે. એક તરફ ગરમીનું પ્રમાણ વધ્યું છે , ત્યારે સૌ કોઈ વરસાદની રાહ જોઈને બેઠા છે કે, ક્યારે મેઘ મહેર થાય? અંબાલાલ પટેલે આગાહી કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!