India

નીતા અંબાણી પહોંચ્યા કાશી! દીકરાના લગ્નની કંકોત્રી વિશ્વનાથ મહાદેવને અપર્ણ કરી, જુઓ આ ખાસ તસ્વીરો આવી સામે….

નવ ગુજરાતના સમાચારના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી આજે પોતાના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ કાર્ડ ભગવાન કાશી વિશ્વનાથના ચરણોમાં અર્પણ કરવા વારાણસી પહોંચ્યા છે, હાલમાં મીડિયા પર માત્ર આ ખબર ચર્ચામાં છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે નીતા અંબાણી અતિ ધાર્મિક છે અને કોઈપણ શુભકાર્ય પહેલા તેઓ પોતાના ઇષ્ટદેવ અને અન્ય ભગવાન અને માતાજીને અવશ્યપણે યાદ કરે છે.

નીતા અંબાણીએ વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કર્યા પછી નીતા અંબાણીએ મંદિરના પરિસરમાં ગંગા આરતીમાં પણ ભાગ લીધો. નીતા અંબાણીએ વારાણસીના રેસ્ટોરન્ટમાં અલગ અલગ ચાટનો સ્વાદ પણ માણ્યો હતો, ખરેખર નીતા અંબાણીની આ સાદગીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, નીતા અંબાણીના જેટલા પણ વખાણ કરો એટલા ઓછા છે.

અનંત અને રાધિકાના લગ્નનો મહોત્સવ 12 જુલાઈથી શરૂ થશે. 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિન્દુ વૈદિક સમારોહ યોજાશે. લગ્ન પહેલા અને પછી ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેંદી, સંગીત અને ગરબા રાત્રિનો સમાવેશ થાય છે.
અનંત અને રાધિકાના લગ્ન અંબાણી પરિવાર માટે ખાસ પ્રસંગ છે. અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર છે. રાધિકા મર્ચન્ટ વીરાજ મર્ચન્ટ અને શાહીન મર્ચન્ટની પુત્રી છે.

આ લગ્નમાં ભારતના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ સહિત દેશ-વિદેશના ઘણા દિગ્ગજો હાજર રહેવાની ધારણા છે. લગ્નના તમામ કાર્યક્રમો ખાનગી રહેશે અને મીડિયા માટે પ્રતિબંધિત રહેશે. સૌથી ખાસ વાત એ છે કે, અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નની તૈયારીઓ ઘણા મહિનાઓથી ચાલી રહી છે. મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરને લગ્ન માટે શણગારવામાં આવી રહ્યું છે. લગ્નમાં હાજર રહેવા માટે મહેમાનોને આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!