રાજભા ગઢવીએ સાસણ ગીરના રિસોટમાં વિતાવી આનંદ દાયક પળ! સોશિયલ મીડિયા પર શેર કરી ગીરની મોજની ખાસ ઝલક…જુઓ
ગુજરાતના લોકપ્રીય લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ હાલમાં જ ” ધ ગજ કૅર્સરી ગીર રિસોર્ટ ” ની મુલાકાત લીધી અને ગીરના જંગલની અદ્ભુત સફર કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ગીરના જંગલના નયનરમ્ય દ્રશ્યો અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણ્યો, જેની ખાસ યાદો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.રાજભા ગઢવીના આ અનુભવથી પ્રેરિત થઈને, આજે આપણે ગીરના જંગલની સફર વિશે અને તેના આકર્ષણો વિશે જાણીશું.
ગીરનું જંગલ એશિયઈ સિંહનું (Asiatic lion’s) એકમાત્ર નિવાસ્થાન છે. આ જંગલ ગુજરાત રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું છે અને તેને તેની વિવિધતાપૂર્ણ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ઓળખવામાં આવે છે. અહીં સાલ, ઈરુલ, અને ખાખરા જેવા વૃક્ષો જોવા મળે છે, જે જંગલી પ્રાણીઓને રહેવા માટેનું આશ્રયસ્થાન પૂરું પાડે છે.
ગીરના જંગલમાં સિંહો સિવાય, ચિત્તા, સાબર (ચોસિંગા,નિલગાય) અને સાંબર જેવા ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ માટે પણ આ જંગલ સ્વર્ગસમાન છે. અહીં વિવિધ પ્રકારનાં પક્ષીઓ પણ જોવા મળે છે અને એથી રૂડું છે ગીરનું નૂર જે માના ખોળા જેવી અનુભૂતિ અપાવે છે, જે સુખ ગીરના ખોળે છે, એવું સુખ આ જગતમાં બીજે ક્યાંય નથી.
રાજભા ગઢવીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ગીરના જંગલની સફરે તેમને મનની શાંતિ અને તાજગીનો અનુભવ થયો. તેમણે રિસોર્ટની સુંદરતા અને આસપાસનાવાતાવરણની પ્રશંસા કરી. તેમની આ યાદો અન્ય લોકોને પણ ગીરની સફર કરવા માટે પ્રેરિત કરે છેગીરના જંગલની સફર એ એક અનુભવ હોઈ શકે છે. જો તમે પણ આવી સફરનું આયોજન કરી રહ્યા હો. તમને જણાવી દઈએ કે રાજાભા ગઢવીનું જીવન ગીરના નેહડાઓમાં જ વીત્યું છે અને આજ કારણે તેમને ગીર સાથે અતૂટ લગાવ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
