અનંત અને રાધિકાની લગ્નની કંકોત્રી જોઇને હોંશ ઉડી જશે! સોના- ચાંદીથી જડિત કંકોત્રીમાં અઢળક ભેટનો ખજાનો, જુઓ આ ખાસ વિડીયો….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે, સૌ કોઈ જાણે છે કે અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નની શરણાઈ ગુંજવા જઈ રહી છે. લગ્ન પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણ કાર્ડની પ્રથમ ઝલક સામે આવી છે. અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ લાલ રંગના બોક્સમાં છે, આ બોક્સ સામાન્ય નથી પરંતુ સોના-ચાંદીની ભરપૂર આધ્યાત્મિકતાને પ્રેમનો ખજાનો છે
વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, જ્યારે લાલ રંગના બોક્સને ખોલવામાં આવે છે, ત્યારે તેની અંદર એક ચાંદીનું મંદિર દેખાય છે, જેમાં ભગવાન ગણેશ, રાધા-કૃષ્ણ, વિષ્ણુ-લક્ષ્મી અને દેવી દુર્ગાની મૂર્તિઓની દિવ્ય ઝલક જોવા મળે છે. મંદિરના ઉપરના ભાગમાં નાની ઘંટડીઓ પણ સ્થાપિત છે. વાસ્તવિક ચાંદીના બનેલા આ લગ્ન કાર્ડના મંદિરનું સુંદર કોતરકામ જોવા જેવું છે.
આ વેડિંગ કાર્ડમાં ચાંદીના મંદિર અને દેવી-દેવતાઓની ઝલક ઉપરાંત એક ચાંદીનો પત્ર પણ જોઈ શકાય છે, જેમાં લગ્નને લગતી તમામ ઘટનાઓની માહિતી આપવામાં આવી છે. પહેલા પેજ પર ભગવાન નારાયણની તસવીર છે, જેઓ રાધિકા અને અનંતને આશીર્વાદ આપી રહ્યા છે.
આ પછી, લાલ રંગના પેજ પર વર-કન્યા વિશેની માહિતી લખવામાં આવે છે. તે પછી, બોક્સના તળિયે લગ્નની ભેટો છે, જેમાં એક ચાંદીનો બોક્સ, ચટાઈ અને દુપટ્ટાનો સમાવેશ થાય છે, જે સફેદ રંગના કપડામાં પેક કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે અનંત-રાધિકાના લગ્નના કાર્ડની ઝલક બતાવતા પહેલા નીતા અંબાણી ગયા સોમવારે વારાણસી પહોંચી હતી, જ્યાં તેમણે બાબા વિશ્વનાથને તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ ઓફર કર્યું હતું.
જો નીતા અંબાણીની વાત માનીએ તો તેમના માટે સારું હતું કે તેઓ પોતાના પુત્રના લગ્નનું કાર્ડ બાબા વિશ્વનાથને આપવા માટે પોતે કાશી જતા. કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા બાદ નીતા અંબાણીએ કાર્ડ અર્પણ કરી પૂજા અર્ચના કરી અને બાબાને શણગાર્યા અને હર હર મહાદેવના નારા લગાવ્યા.
https://x.com/dealztrendz/status/1806029761363538081?s=19
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.