રબારીનું સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ ખાસ વિડીયો આવ્યો સામે….
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી સંસ્કૃતિનો રંગ જામ્યો! ગઈકાલે “છોગાડા રે નવરાત્રી 2024” નામની એક ભવ્ય ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીએ ધમાલ મચાવી હતી.આ ઇવેન્ટ ગુજરાતી જાલસો ઇવેન્ટ્સ, વિયા ઇમ્પોર્ટ્સ પ્રા. ટી./એ પેકવેલ ઓસ્ટ્રેલિયા અને વિક્ટરી ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવી હતી. ગીતાબેન રબારી ઉપરાંત, કાર્યક્રમમાં અન્ય કલાકારો પણ ઉપસ્થિત હતા જેમણે ગરબા, રાસ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.
ગીતાબેન રબારી, જેમને “ગરબા ક્વીન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના ઉત્સાહી ગાયન અને શક્તિશાળી સ્વર માટે જાણીતા છે. તેમણે ગરબાનાં ઘણા લોકપ્રિય ગીતો ગાયાં હતાં.ગરબામાં ઈવેન્ટ્સમાં હાજર સૌ પ્રેક્ષકોએ તેમના ગીતો પર ખુબ જ ઉત્સાહથી ડાન્સ કર્યો અને આખા ઇવેન્ટ દરમિયાન ગરબાના તાલે ઝુમ્યા.
“છોગાડા રે નવરાત્રી 2024” ઇવેન્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ઘણા લોકોએ ઇવેન્ટની તસવીરો અને વિડિઓઝ શેર કરી છે અને ગીતાબેન રબારીના પ્રદર્શનની પ્રશંસા કરી છે. આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમુદાય માટે ખુબ જ ખાસ હતી. તેણે તેમને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાવા અને તેમના વતનનો સ્વાદ માણવાનો એક અદ્ભુત મોકો આપ્યો.
ગીતાબેન રબારીની લોકપ્રિયતાને કારણે આજે દેશ વિદેશમાં તેમની બોલબાલા છે અને દેશ વિદેશમાં આપણી પરંપરા અને સંસ્કૃતિનું જતન થઇ રહ્યુ છે, ખરેખર આપણા ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત કહેવાય છે કે વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓનું આટલું પ્રભુત્વ તો છે પરંતુ આપણા રીતિ રિવાજનું પણ એટલું જ માન અને સન્માન થઇ રહ્યું છે.