ગિરનારમાં મેઘરાજા થયા ગાંડાતૂર! સોનરખ નદી બે કાંઠે વહેતા, દામોદર કુંડ પાણીથી છલોછલ, જુઓ વિડિયો આવ્યો સામે….
ગુજરાતના જૂનાગઢમાં ગઈકાલ રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પર્વત પર વરસાદ ધોધમાર થતાં સોનરખ નદી બે કાંઠે વહી રહી છે. આ ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે અતિ ભારે વરસાદને કારણે દામોદર કુંડની ઉપરથી પાણી જઈ રહ્યું છે.
જૂનાગઢ પંથકમાં ગત રાત્રે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સોનરખ નદીમાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દામોદર કુંડમાં પણ ભારે વરસાદના કારણે પાણીની આવક વધી ગઈ છે.
આ વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, કુંડનું પાણી પરિસરની બહાર વહી રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, ચોમાસાની ઋતુમાં ગિરનારનું વાતાવરણ અતિ મન મોહક અને લીલુંછમ બની જાય છે, સૌ કોઈ આવા મનમોહક વાતાવરણમાં મંત્રમુગ્ધ બની જાય છે, કારણ કે વાદળોથી ઘેરાયેલો ગિરનાર અસલ સ્વર્ગ જેવો જ લાગે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
