Gujarat

અમરેલીની નારાયણ લોજનું ૬૪ વર્ષ પહેલાનું મેનુ થયું સોશિયલ મીડિયા પર વાયરલ! માત્ર આટલા રૂપિયામાં મળતું હતું જમવાનું, ભાવ જાણી હોંશ ઉડી જશે….

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દિલ વાયરલ થતા હોય છે આ બિલ જુના જમાના પહેલાના હોય છે, આ બીલ અને મેનું દ્વારા આપણને એ માહિતી મળે છે કે વસ્તુનો ભાવ કેટલો હતો અને આજે એ વસ્તુનો ભાવ કેટલો થઈ ગયો છે તેની જાણ થશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ.

ફેસબુક પર આ બીલ વાયરલ થઈ રહ્યું છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ૧૯૬૦ ના દસકામાં અમરેલીની નારાયણ લોજનું મેનુ અને ભાવ જાણીને તમને નવાઈ લાગશે કે આજથી ૬૪ વર્ષ પહેલા લોજમાં વિવિધ વાનગીઓ કેટલા ભાવમાં મળતી હતી? ખરેખર આ બિલ જોઇને તમને એ ચોક્કસ સમજાય જશે કે આજથી વરસો પહેલા વાનગીઓ કેટલા રૂપિયામાં મળી જતી.

આ લોજમાં મેનુમાં તમે જોઈ શકશો કે, અર્ધું ભાણું : ૦.૭૫ પૈસા જેમાં રોટલી ૪ પુરી ૮, ભાતની વાટકી, દાળ, શાક બે, કઠોળ, ચટણી, અથાણું, રાયતું. આખું ભાણું રૂ.૧.૨૫ રૂપિયા. માસિક – બે ટંકના રૂપિયા માત્ર ૪૦ અને
માસિક-એક ટંકના રૂપિયા માત્ર ૩૩ અને ખાસ વાત એ કે આજના સમયની જેમ ૯૦ના દશકમાં પણ પાસ અને કુપન સિસ્ટમ હતી. હાલમાં આ મેનુ જોઇને સૌ કોઈને પોતાનો જમાનો યાદ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!