વીજળી પડવાની ભયાનક ઘટના આવી સામે! વરસાદમાં રીલ બનાવતી દીકરી ઉપર પડી વીજળી, વિડીયો જોઇને જીવ તાળવે ચડી જશે……
હાલમાં ચોમાસાની ઋતુમાં વીજળી પડવાની સંભાવના વધુ હોય છે, હાલમાં જ વીજળી પડવાની ઘટના સામે આવી છે, આ ઘટના દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બિહારના સીતામઢી જિલ્લામાંથી એક ખતરનાક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
એક છોકરી વરસાદ વચ્ચે રીલ બનાવતી વખતે વીજળી પડી છે. આ ઘટના 2 જુલાઈ, 2024ના રોજ સીતામઢીના ડુમરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી વરસાદમાં અગાસી ઉપર રીલ બનાવી રહી છે. દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી સીડી રૂમ ઉપર પડે છે.
વીજળીના જોરદાર અવાજને કારણે બાળકી ડરીને ભાગે છે. સદનસીબે, યુવતીને કોઈપણ પ્રકારની ઇજા ન પહોંચી.આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો યુવતીના નસીબના વખાણ કરી રહ્યા છે.
સાથે જ લોકો આ ઘટનામાંથી આપણે સૌ કોઈએ ચેતી જવું જોઈએ કે, વરસાદ દરમિયાન ખુલ્લામાં ઉભા રહીને રીલ બનાવવી કે કોઈપણ પ્રવૃત્તિ કરવી જોખમી બની શકે છે. આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને વરસાદ દરમિયાન સુરક્ષિત રહેવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.