ગુજરાતના લોક ગાયિકા અલ્પાબેન પટેલે પરબ ખાતે લોક ડાયરામાં રમઝટ બોલાવી! સ્ટેજ આખું રૂપિયાથી છલોછલ…જુઓ તસવીરો
આજે અમે વાત કરીશું ગુજરાતના એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ પરબ ધામ વિષે, જે ખાસ કરીને અષાઢી બીજના ભવ્ય મહોત્સવ માટે જાણીતું છે. આ મહોત્સવ દરમિયાન યોજાતા લોક ડાયરા અને ભજનો ગુજરાતભરના લોકોને આકર્ષે છે.પરબ ધામ ભારતના ગુજરાત રાજ્યના ભેંસાણ તાલુકામાં આવેલું છે.
સત દેવીદાસ અને અમર માંનાનું આ પાવન ધામ રક્તપિતના રોગોના લોકો માટે પાવન ધામ હતું, જે આજે સનાતન ધર્મનું અતિ પાવનકારી સ્થાન છે.

અષાઢી બીજ મહોત્સવ પરબ ધામ ખાતે દર વર્ષે ઉજવાય છે. આ વર્ષે પણ પરબ ધામ ખાતે યોજાતો અષાઢી બીજ મહોત્સવ ખાસ પ્રખ્યાત છે. આ મહોત્સવ દરમિયાન ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમ કે ભગવાનની શોભાયાત્રા, ભજન-કીર્તન, સંતોના પ્રવચનો, અને લોક ડાયરા. મુખ્ય આકર્ષણ રહે છે ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા ભજનો અને લોકગીતો.

આ વર્ષે પણ પરબ ધામમાં અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. લોક ડાયરામાં ગુજરાતની પ્રખ્યાત ગાયિકા અલ્પાબેન પટેલે ભજનો અને લોકગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમના ઉત્તમ પ્રદર્શનના કારણે તેમના પર રૂપિયાનો વરસાદ થયો અને આખું મંચ છલોછલ થઈ ગયું. આ મહોત્સવની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
