અંબાણીના તોલે કોઈ ન આવે! નીતા અંબાણીએ લગ્ન માટે જીઓ સેન્ટરમાં બનાવી ભવ્ય કાશી નગરી, અનંતઅને રાધિકા વિશ્વાનાથની સાક્ષી કરશે લગ્ન…જુઓ વિડીયો
ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મહેતાના લગ્નનો ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે. આ ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ ઉજવવામાં આવશે, અને તાજેતરમાં જ નીતા અંબાણીએ એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તેઓ કાશી નગરીની પ્રશંસા કરે છે.આ વીડિયોમાં નીતા અંબાણી કહે છે કે, “કાશી સાથે મારી ભક્તિનો એક ખાસ સંબંધ રહ્યો છે. હું અને મારો પરિવાર કોઈપણ શુભ પ્રસંગ પહેલાં હંમેશા દેવી-દેવતાઓના દર્શન કરવા જતા હોઈએ છીએ. હું થોડા દિવસ પહેલા જ અનંત અને રાધિકાને ભગવાનનો આશીર્વાદ મળે તે માટે વારાણસી આવી હતી.”
તેણી વધુમાં કહે છે કે, “મને આ પ્રાચીન નગરી ખૂબ જ ગમે છે. અનંત અને રાધિકાના લગ્ન સંબંધિત જેટલા પણ ફંક્શન થયા છે તેમાં અમે ભારતીય સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. મને ખુશી છે કે લગ્નમાં કાશીની તે જ પવિત્રતાનો અનુભવ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે અનંતના લગ્નમાં તમામ લોકોને કાશી નગરીની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે.
આ કાશી નગરીમાં દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન ગંગા કિનારે સૂર રેલાવતી તે શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવશે અને મહેમાનોને કાશી નગરીની ખાણીપીણી અને કાશી નગરીની ગલીઓની અનુભૂતિ થશે, જાણે તેઓ કાશી નગરીમાં જ આવી ગયા હોય એવું લાગશે.આપણે સૌ કોઈ જાણીએ છે કે કાશીમાં, મહાદેવ વસે છે. આ કાશી નગરી પાવન છે. એટલે કે લગ્નની થીમ વારાણસી પર છે. જેમાં બનારસની પરંપરા, ધાર્મિકતા, સંસ્કૃતિ, કલા- શિલ્પ અને ભોજન જોવા મળશે.