અનંત અને રાધિકા બંધાયા લગ્નના બંધને! ભવ્ય રીતે કાશી વિશ્વનાથની સાક્ષીમાં લીધા ચાર ફેરા, જુઓ લગ્નની ખાસ તસવીરો આવી સામે…
અંતે લાંબા સમય સુધી રાહ જોયા પછી, આખરે અંબાણી પરિવારના યુવાન પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ ભવ્ય લગ્ન સમારોહ જીઓ સેન્ટરમાં યોજાયેલ, જ્યાં ભવ્ય કાશી નગરીની ઝલક જોવા મળી હતી. હાલમાં ચારો તરફ માત્ર આ લગ્નની ચર્ચાઓ છે.
લગ્નનું સૌથી ખાસ આકર્ષણ હતું કાશી થીમ આધારિત મંડપ. આ મંડપ એટલું સુંદર અને ભવ્ય હતું કે કાશીની જાણે વાસ્તવિક ઝલક મળી રહી હતી. મંડપમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી તેમજ કાશીની તમામ ઝલક જોવા મળી હતી, જેમ કે ગંગા કિનારો, દેવી દેવતાઓ, કાશીનું સ્વાદિષ્ટ ભોજન અને ચાટ તેમજ ત્યાંની લોકપ્રિય વસ્તુઓ પણ જોવા મળી હતી.
આ લગ્નમાં દેશ-વિદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. બોલીવુડ, હોલિવુડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ગુજરાતી ફિલ્મ અને ગાયક કલાકારો આ લગ્નનો ભાગ બન્યા હતા.
અંદાજિત 5000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે, અનંત અને રાધિકાના લગ્ન વિશ્વના સૌથી મોંઘા લગ્ન ગણવામાં આવે છે. આ લગ્ન ઘણા દિવસો સુધી ચાલનાર મહોત્સવ બન્યા છે, જેમાં અનેક સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગ્નની તસવીરો અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ ભવ્ય લગ્નની શાનદારતા અને ભવ્યતાના દર્શન કરી રહ્યા છે.
આપણે બધા નવા નવદંપતી અંત અને રાધિકાને તેમના નવા લગ્નજીવનની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીએ છીએ. તેમના જીવનમાં હંમેશા ખુશીઓ અને સફળતાઓ આવે એવી શુભેચ્છા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.