ગુજરાતના હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ અનંત અને રાધિકાના લગનને રાષ્ટ્રીય લગન કહ્યા, વિડીયો જોઇને હસીને લોટપોટ થઇ જશો….
અનંત અને રાધિકાના લગન બાદ ગઈ કાલના રોજ ભવ્ય રિસેપ્શન યોજાયેલ. આ રિસેપ્શનમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર અને અભિનેત્રીઓ એ ખાસ હાજરી આપી હતી, જેમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સાંઇરામ દવે, પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી, માનસી પારેખ, ભાવિન ભાનુશાલી, જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર ઉપસ્થિત રહેલ.
જ્યારે તમામ ગુજરાતીઓ એક જ જગ્યાએ ભેગા થાય એટલે સ્વાભાવિક છે કે,હસી મજાક થવાની હોય. હાલમાં હાસ્ય કલાકાર સાંઇ રામ દવેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, હાસ્ય કલાકાર ગમે તે પરિસ્થિતિમાં પણ હાસ્યનું સર્જન કરી શકે છે. આ વાયરલ વીડિયોમાં જોઇ શકશો સાંઈ રામ દવે એ અનંત અને રાધિકાના લગન પર એક રમુજી વાત કરી જે ખરેખર સાચી પણ છે અને હાસ્યપ્રદ પણ છે.
સાંઈરામ દવે કહે છે કે, આપણે પહેલા ભણતા કે વર કોને કહેવાય? અનંત અને રાધિકાના લગન રાષ્ટ્રીય લગન છે. આ છોકરાઓ મોટા થશે મે એટલે કહેશે કે, અમે અનંત અને રાધિકાના લગન જોયેલા. ખરેખર સાંઇ રામ દવેનો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનંત અને રાધિકાના લગન છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહ્યા છે. આ લગ્નમાં અંદાજિત પાંચ હજાર કરોડનો ખર્ચ થયો છે. આ લગ્નમાં દેશના વડા પ્રધાનથી લઈને દેશ વિદેશના રાજનેતાઓ તેમજ તમામ ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.