સોનુ લેવાનો છે આ સારો સમય! બચત કરવા માંગો છો તો ખરીદો સોનું,જાણી લ્યો આજનો બજાર ભાવ શું છે???
બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેના કારણે આની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ સોનાનો ભાવ સોમવારે 68131 રૂપિયા/10 ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ 81271 રૂપિયા/કિલો છે.
હાલમાં તહેવારો પહેલાહ જ સોનું સસ્તું થયું છે. સોનાનો ભાવ દેશના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયામાં 6,200 રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટવાળા 10 ગ્રામ સોનાની કિંમત 69,140 રૂપિયા પર છે. મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 68,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ 84,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.
શા માટે ઘટી રહ્યો છે સોનાનો ભાવ? કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો: બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેના કારણે આની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો મજબૂત: ડોલર સામે રૂપિયો મજબૂત થવાથી પણ સોનાના ભાવ પર અસર પડી છે. વૈશ્વિક બજારમાં સોનાની માંગમાં ઘટાડો: વૈશ્વિક બજારમાં સોનાની માંગમાં ઘટાડો થવાથી પણ ભાવ પર અસર પડી છે.
શું આપણે હવે સોનું ખરીદવું જોઈએ?
સોનું એક લાંબા ગાળાની રોકાણ છે. જો તમે લાંબા ગાળે સોનું ખરીદવા માંગો છો તો આ સારો સમય છે. પરંતુ કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી જરૂરી છે. સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ થતા રહે છે. તેથી કોઈપણ રોકાણ કરતા પહેલા બજારનું વિશ્લેષણ કરવું જરૂરી છે.આ બ્લોગ માત્ર માહિતી આપવા માટે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.