વિદેશ જતા પહેલા સો વાર વિચાર જો! પટેલ યુવકનું જર્મનીમાં થયું શંકાસ્પદ મોત, તળાવમાંથી મળી આવી લાશ, જાણો પૂરી ઘટના
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક યુવાનો અને યુવતીઓ વિદેશમાં ભણવા તેમજ કામ અર્થે જતા હોય છે, વિદેશ જવાની ઘેલછા ક્યારેક મોતને પણ નોતરું આપે છે. હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે, વીટીવીના અહેવાલમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે જર્મનીમાં અભ્યાસ કરવા ગયેલ પાટણના યુવકની લાશ ,મળી આવેલ છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ લાશ ચાર દિવસ પહેલા જ જર્મનીના હોપ સિટીના તળાવમાંથી મળી હોવાનું સામે આવ્યું છે. દુઃખદ વાત એ છે કે મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો, બે બહેનો વચ્ચે લાડકવાયો ભાઈ રક્ષાબંધન પહેલા જ આ દુનિયામાંથી વિદાય લેતા બહેનોને પણ ભારે આઘાત લાગ્યો છે.
,મૃતક યુવક વિષે માહિતી આપીએ તો આ યુવકનું નામ ચિરાગ પટેલ છે, જે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો વતની હતો.જે લગભગ પાંચ વર્ષ પહેલા આ યુવક જર્મની ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયો હતો. તેમનો પરિવાર સુરત સ્થાયી હતો. હવે વિદેશ મંત્રાલયના ના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે.
ચિરાગ પટેલના મુત્યુનું કારણ સામે નથી આવ્યું, હાલમાં પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે, ઈશ્વરને પાર્થના કરીએ કે મુર્તકની આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.