ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી ! આ તારીખથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના…
ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક પરિભ્રમણ સર્જાયું છે અને એક ટર્ફ લાઇન કેરળ સુધી લંબાયેલી છે. આ ઉપરાંત, ઉત્તર બાંગ્લાદેશ તરફ પણ એક સાયક્લોનિક પરિભ્રમણ જોવા મળી રહ્યું છે.
આવી હવામાનની પરિસ્થિતિને કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી 4 મે સુધી વાદળોની ગર્જના, કરા પડવા, વીજળી પડવી અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ પહેલી મેથી 5 મે સુધી ધૂળભરી આંધી અને ભારે પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આ આગાહીની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. રાજ્યમાં 3 મેથી હવામાનમાં પલટો આવશે અને વરસાદ શરૂ થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અનુભવાશે.