ગુજરાતમાં માવઠા બાદ વધુ એક ખતરો! અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો શું કહ્યું?
હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં માવઠું પડ્યું છે, ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાય ગયો છે, ત્યારે હજુ પણ ગુજરાત પર માવઠાનું સંકટ ટળ્યું નથી. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના મધ્ય ભાગમાં એટલે કે તારીખ 11 થી 20 દરમિયાન રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
મે મહિનાની 10 તારીખ પછી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ સમયગાળામાં જોરદાર પવન સાથે વરસાદની સંભાવના છે. આ જ રીતે, સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન અને તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલમાં ગુજરાતમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, તે સાયક્લોનિક અસરને કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવું છે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે.આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આ વખતે કમોસમી વરસાદની અસર મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ અનપેક્ષિત વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.