Gujarat

આવા અનોખા લગ્ન પહેલા નહી જોયા હોય ! યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કરશે.?? જાણો આવું શા માટે

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે.
વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ખરેખર એક અનોખો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે! આ સમાચાર સાંભળીને તો કોઈ પણ ચોંકી જાય. લગ્ન કંકોત્રી પર સામાન્ય રીતે એક વર અને એક કન્યાનું નામ હોય છે, પરંતુ આ કંકોત્રી તો સાવ જુદી જ નીકળી.

એક જ વરરાજા અને બે કન્યાઓ! આ વાત સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જન્માવી રહી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક પહેલેથી જ ત્રણ બાળકોનો પિતા છે અને તે ત્રણેય બાળકો પણ તેમના પિતાની આ અનોખી શાદીમાં હાજર રહેવાના છે. કલ્પના કરો, એક જ મંડપમાં બે દુલ્હન અને ત્રણ બાળકો સાથે પિતાનો નવો સંસાર શરૂ થતો જોવો!

આ લગ્ન આવતીકાલે, એટલે કે ૧૯મી મે ૨૦૨૫ના રોજ યોજાવાના છે. ફક્ત વાંસદા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે પણ
આદિવાસી સમાજમાં બે લગ્ન કરવા સામાન્ય વાત છે અને તેમના પરિવારમાં પણ આવું થઈ ચૂક્યું છે.

તમને મનમાં એ મૂંઝવણ હશે કે બંને યુવતી સાથે લગ્ન પહેલા બાળકો કેમ ? તમને જણાવી દઈએ કે આદિવાસી પરિવારમાં આર્થિક રીતે સદ્ધર થયા બાદ લગ્ન કરે છે, આ પહેલા તેઓ ચાંદલા વિધિ દ્વારા પોતાનું દાંપત્ય જીવન આગળ વધારે છે.

સૌથી ખાસ વાત એ છે કે, મેઘભાઇને પહેલા કાજલ નામની યુવતી સાથે પ્રેમ થયેલ ત્યારબાદ તેમને રેખા સાથે પ્રેમ થયેલ અને પહેલી પત્નીથી એક છોકરો અને છોકરી તેમજ બીજી પત્નીથી એક છોકરો છે. આ લગ્ન પણ પરિવારની સંમતિ થી થયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!