Entertainment

બોલિવૂડની અભિનેત્રી પ્રિતિ ઝિંટા ઓપરેશન સિંદૂરના પરિવારને વ્હારે! આપશે આટલા કરોડનું અધધધ દાન…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ઉમદા કાર્ય કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. પ્રીતિ ઝિન્ટાએ ‘ઓપરેશન સિંદૂર’ બાદ સાઉથ વેસ્ટર્ન કમાન્ડના આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન ને રૂપિયા ૧.૧૦ કરોડનું દાન આપ્યું છે.

આ અંગે વાત કરતા પ્રીતિ ઝિન્ટાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ‘સૈનિકોના બહાદુર પરિવારોને મદદરૂપ થવું એ મારા માટે સન્માન અને જવાબદારી બંને છે. આપણા દેશની સેના દ્વારા આપવામાં આવેલા બલિદાનનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી, પરંતુ તેમના પરિવારોની સાથે ઊભા રહીને તેમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થવું એ આપણી ફરજ છે.’

પ્રીતિ ઝિન્ટાનું આ દાન આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી કાર્યોમાં ઉપયોગી થશે. આ એસોસિએશન સૈનિકોની વિધવાઓ, તેમના બાળકો અને આશ્રિતોના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. પ્રીતિ ઝિન્ટાનો આર્થિક સહયોગ એવા પરિવારોને નવી આશા અને સહાયતા પ્રદાન કરશે જેમણે દેશની સુરક્ષા માટે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.તેમનું આ કાર્ય અન્ય લોકોને પણ પ્રેરણા આપશે કે તેઓ પણ દેશના સુરક્ષા દળો અને તેમના પરિવારોની મદદ માટે આગળ આવે.

પ્રીતિ ઝિન્ટાના આ ઉમદા કાર્યની ચારેબાજુ પ્રશંસા થઈ રહી અને પ્રીતિ ઝિન્ટાનું આ કાર્ય માનવતા અને દેશપ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!