ગોપાલ ઈટાલીયા સામે આ જીલ્લા મા પોલીસ ફરિયાદ નોંધાઈ ,કારણ જાણ..
ગુજરાત આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ફરી એક વિવાદ મા સપડાયા છે. ભૂતકાળ મા સોસીયલ મીડીઆ પર કરેલા બેબાક નિવેદનો ના લીધે ઠેર ઠેર વિરોધ નો સામનો કરવો પડી રહ્યો છે. જેને લીધે હવે એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
ગોપાલ ઈટાલીયા જયારે થી આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યાર થી પાર્ટી વધુ ને નવુ મજબુત કરવા અનેક જીલ્લા મા લોકો ની મુલાકાત કરી રહ્યા છે ત્યારે ભુતકાળ મા કર્મકાંડ , સત્યનારાયણ કથા અને કથા કારો સામે કરેલા અનેક નિવેદનો લઈ ને ખાસ કરીને બ્રહ્મસેના અને હિન્દુ સંગઠનો મા નારાજગી જોવા મળી હતી અને આ નિવેદનો ને લઈને ગોપાલ ઈટાલીયા ને 14 જુલાઈ સુધી મા જગતગુરૂ શંકરાચાર્ય ની માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ.
પરંતુ ગોપાલ ઈટાલીયા એ માફી ના માંગતા રાજ્ય ગોપાલ ઈટાલીયા વિરુધ્ધ 175 શહેરો મા આવેદન પત્ર આપવામા આવ્યા છે અને હવે રાજ્યો ના તાલુકા ઓ મા ફરીયાદો નોંધાવા લાગી છે. ભાવનગર ના ઉમરાળા તાલુકા મા બ્રહ્મસેના દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ બ્રહ્મસેના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.