ગરીબો અને મધ્યમવર્ગ માટે આશીર્વાદ રૂપ છે આ હોસ્પિટલ. દરેક બીમારીની સારવાર વિના મુલ્યે કરવામાં આવે છે.
આજના સમયમાં અનેક લોકો એવા છે જે માનવ કલ્યાણ અર્થે લોકો સેવના કાર્યો કરી રહ્યા છે. આજે આપણે એક હોસ્પિટલની વાત કરીશું જેઓ દરેક સારવાર વિના મૂલ્યે કરે છે. ચાલો ત્યારે જાણીએ કે, સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત.ક્યાં ક્યાં પ્રકારની બિનમારીઓની સારવાર કરે છે તે આપણે જાણીશું.
આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના, ઉમરાળા તાલુકાના,
ટીમ્બી ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, સોનોગ્રાફી,એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત ડર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ ‘નિ:શુલ્ક’ અપાય છે.
ખરેખર આજના સમયમાં આવી સેવા કરવી ખૂબ જ સ્થાહાનિય વાત છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને ગરિબ પરિવાર માટે આ ખૂબ જ આશીવાદ રૂપ સાબિત થશે.ભારતભરમાં -આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે. સારણગાંઠ,એપેન્ડિક્સ,થાઈરોઈડ,ગર્ભાશયના ઓપરેશનો,સ્તનકેન્સર,આંતરડાનાઓપરેશનતથા,સરકમસિઝન સર્ઝરી ‘વિનામૂલ્યે’ થાય છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે પ્રોફેશનલ હોસ્પિટલોમાં -જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય…તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે.
જાન્યુઆરી-2011 થી ફેબ્રુઆરી-2013 સુધીમાં…એટલે કે2 6 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.આજ દિન સુધીમાં કુલ મળીને 3,345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40,998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ હોસ્પિટલ ગુજરાત ભરમાં તો લોકપ્રિય છે પરંતુ અનેક લોકો આ હોસ્પિટલમાં સારવાર અર્થે પધારે છે. જરૂરિયાત મંદ લોકોને આ હોસ્પિટલ વિશે જરુર માહિતગાર કરજો.