સંકટનાંવાદળો!બંગાળની ખાડી લો પ્રેશર કારણે 30 જુલાઈએ ગુજરાત આ પંથકનાં થશે ભારે વરસાદની આગાહી!.
હાલમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હ્તું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં અતિ વરસાદ ને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણી લો કે કયા વરસાદ ની સંભાવના વધુ છે.
હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે દરિયા વિસ્તારમાં વધુ અસર સર્જાશે જેથી નિચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.
28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાયું જેના લીધે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત સહિત રાજ્યને વરસાદ આપતી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સર્જાયેલી 3 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ નબળી પડી રહી છે.