પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનમાં લંડનની કોર્ટમાં હાર નો સામનો કર્યો હતો ત્યારે તેમને કહ્યું હતું કે..
જગતનું કલ્યાણ કરનાર પ્રમુખ સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ થી ભગવાન શ્રી સ્વામિનારાયણનાં સંપ્રદાય આજે વિશ્વનાં ખૂણે ખૂણે પ્રસર્યો છે. આજે ભલે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર ધામમાં બિરાજમાન છે.પરતું તેમના જીવનનાં અનેક પ્રસંગો આપણને પ્રેરણા આપે છે. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એક એવી ઘટના વિશે જાણીશું જેના થી ઘણા લોકોને જીવનમાં એક સકારાત્મક સંદેશ મળશે.
કહેવાય છે ને કે, જીવનમાં હાર અને જીત એ તો એક સિક્કાની બે બાજુ છે. મનુષ્યરૂપી દેહ ધરનાર દરેક વ્યક્તિને જીવનમાં દુઃખોનો સામનો કરવો પડે જ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનમાં એક વાર હાર નો સામનો કર્યો હતો. હવે વિચાર કરો સ્વંય પ્રભુની મૂર્તિ રૂપ સમાન બાપા એ જીવનમાં હારને સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો સમજીને સ્વીકારી હોય તો આપણે તો સામન્ય માણસ છીએ.
પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં મંદિર બાંધવાનાનો સંકલ્પ કર્યો પરતું ત્યાંની સરકારે તેમને ન પાડી અને મંદિરનો જમીન વિવાદ કોર્ટમાં પોહચ્યો ત્યાર બાદ કોર્ટ જાહેર કર્યું કે તમેં સહી લઇ આવો જેમનાં પક્ષમાં વધારે તરફેણમાં લોકો હશે એ વિશે અમે ચુકાદો લઈશું. આખરે બીએસપી આ કેસ હારી ગયા.આ ઘટના બાદ પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું જેવી હરિ ઈચ્છા! બીજી જમીન પર આપે આનાથી ભવ્ય મંદિર બનાવીશું.
આખરે સંતો અને હરિભક્તો તેમજ મહારાજશ્રીની કૃપા થી લંડનમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આજે આ મંદિર લંડનનું ભવ્ય સ્થાન છે અને પ્રાઇડ ઓફ યુકે તરીકેનું બિરૂદ મળેલ છે. કહેવાય છે કે આ દુનિયાની આઠમી અજાયબી તરીકે ત્યાંના લોકો સંબંધો છે. ખરેખર આ ઘટના પરથી શીખવા મળે છે કે જીવનના આશા ક્યારેય નહીં છોડવાની.
