Gujarat

.મજુર નો 11 વર્ષનો દીકરો ગંભીર બીમારી પીડાતો હતો!ફાઉન્ડેશ દ્વારા 17 દિવસમાં 18 લાખ રૂ. ભેગા કરી બાળક નવજીવન આપ્યું

આ જગતમાં દરેક માણસનાં જીવમ ઈશ્વર સમાયેલ છે. આમ પણ કહેવાય છે ને કે, ભગવાન દરેક રીતે મુશ્કેલીઓનાં સમયમાં માનવરૂપી તરીકે આવીને મદદ કરી જાય છે. એ પોતે ન આવે તો કોઈ ને નિમિત્ત માત્ર બનાવે છે પરંતુ તેઓ આવે જરૂર છે. આજે આપણે જે વાત કરી રહ્યા છે તેમા પણ આવી ઘટના ઘટી છે. સામાન્ય પરિવાર ની એક 11 વર્ષની દીકરો ખૂબ જ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો હતો.

આ બાળકિ સારવાર જેવી રીતે થઈ જાણી ને તમે ચોંકી જશો. વાત જાણે એમ છે કે, જીીબીએસની ગંભીર બીમારી ધરાવતા ઇડર તાલુકાના દિયોલી ગામના 11 વર્ષના નિલમણી નામના બાળકની જરૂરી સારવાર માટે હિંમતનગરના વીરપ્રતાપ ફાઉન્ડેશને રૂ.18 રૂપિયા ગામો ગામ જઈને ભેગા કર્યા આને આ બાળક ને નવું જીવન દાન આપ્યું.

ખરેખર ધન્ય છે આવા લોકો ને જેઓ માનવતા દેખાળી છે. આ જગતમાં ઈશ્વવર દરેક જગ્યાએ નથી આવી શકતો પરતું દરેક મનુષ્યને લાગણીઓ અને કરુણતા આપી છે જે બીજાને મદદ કે દાન કરી શકે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઇડર તાલુકાના દિયોલી ગામ જ્યાં અનુસૂચિત જાતિના મજૂરી કામ કરતાં શૈલેષભાઇ રાઠોડનો 11 વર્ષનો બાળક નિલમણિ જીબીએસ નામની ગંભીર હતી જેની સારવાર માટે ખર્ચ 18 લાખ કહ્યો હતો.

આ પરિસ્થિતિમાં પરિવારે હિંમતનગર વીરપ્રતાપ ફાઉન્ડેશનનો સંપર્ક કરતાં પ્રમુખ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત સાથે સારવાર અંગે વાત કરી ત્યારે વીરપ્રતાપ ફાઉન્ડેશનની ટીમ દિયોલી ગામે પીડિત બાળકની રૂબરૂ મુલાકાત કર્યા બાદ એજ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિલમણીને સારવાર અર્થે દાખલ કર્યો હતા

વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગામોગામ સારવાર અર્થેનો ફાળો એકત્રિત કરી તેમજ નીલમણિના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી ફાળો એકત્ર કરવા ઓનલાઇન અપીલો કરતા રૂ.17 લાખ ભેગા કર્યા.આમ પણ કહેવાય છે ને કે એકલા કરતા સૌના સાથ થકી સાત સમુદ્ર પાર થઈ શકે છે. હાલમાં આ બાળક સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!