Gujarat

કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણઃ રામ મંદિર નિર્માણ માટે મુ્સ્લિમ દંપતિએ 151000 નું દાન કર્ય

અનેક અડચણો આવ્યા બાદ આખરે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો અને હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ભારત સહિત વિદેશોમાંથી પણ રામ મંદિરના નિર્માણ માટે દાન આવી રહ્યું છે. અને જ્યારે ધર્મની વાત હોય ત્યારે, ગુજરાત ક્યારેય પાછળ રહ્યું નથી અને જ્યાં જરુર જણાઈ ત્યાં તમામ જગ્યાએ ગુજરાતીઓએ દાનનો ધોધ વહાવ્યો છે. રામ મંદિર માટે ગુજરાતમાંથી અત્યારસુધીમાં કુલ 31 કરોડ રૂપિયા જેટલું દાન આવી ચૂક્યું છે. ગુજરાતના અનેક અગ્રણીઓ, તેમજ સામાન્ય લોકોએ પણ પોતાની શક્તિ અનુસાર દાન કર્યું છે. આ સિવાય વિશ્વભરમાંથી અનેક લોકોએ સોનુ પણ મોકલાવ્યું છે રામ લલ્લાના મંદિર માટે.

જો કે, એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેમાં એક ગુજરાતી મુસ્લિમ દંપતિએ રામ મંદિરના નિર્માણ માટે 1.51 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાત જ નહી પણ વિશ્વભરમાં આ દંપતિની ચર્ચાઓ અને વાહ-વાહ થઈ રહી છે.

આ દંપતિ મૂળ પાટણના રહેવાસી છે. આ મંસૂરી દંપતિને પણ લાગ્યું કે, ભારત જેના પર ગર્વ લઈ શકે તેવા પરમ બ્રહ્મ પરમાત્મા શ્રીરામનું મંદિર બની રહ્યું છે ત્યારે અમારે પણ દાન કરવું જોઈએ અને આ દંપતિએ પછી પોતાના દાનની જાહેરાત કરી હતી.

આ મુસ્લિમ દંપતિ અયોધ્યા પણ જઈ આવ્યું અને તેમને પણ રામ મંદિર અને ભગવાન શ્રીરામ પ્રત્યે શ્રદ્ધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુમતાજ દંપતિએ બાધા પણ રાખી હતી. મુમતાજ મંસુરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જે સમયે રામ મંદિર બનશે કે નહી તે અંગે ચૂકાદો નહોતો આવ્યો ત્યારે મેં રામ મંદિરનું નિર્માણ થાય તેવી બાધા રાખી હતી અને હવે જ્યારે ધર્મ નગરી અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનશે તેવો નિર્ણય આવી ગયો છે અને મંદિરનું નિર્માણ શરુ થઈ ગયું છે. હું મારી જાતને ખરેખર ભાગ્યશાળી માનું છું.

હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભેદ રાખી લાકડા લડાવતા લોકોએ આ દંપતિ પાસેથી ઘણું શિખવું જોઈએ. મંસુરી દંપતિ અત્યારસુધીમાં અનેક હિંદુ મંદિરોમાં દર્શનાર્થે જઈ આવ્યા છે. આ લોકો કહે છે કે, અમે ભલે મુસ્લિમ હોઈએ પરંતુ શ્રદ્ધા તો આપણું મન માને ત્યાં રાખી શકાય, ઈશ્વર હોય કે, અલ્લાહ બંન્ને મૂળ તો પરમતત્વ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!