દેવાયતભાઈ ખવડે જીવન મા કરલો સંઘર્ષ..
આપણે સૌ જાણીએ છીએ કે હાલ જ દેવાયતભાઈ ખવડ એક વિવાદ મા આવેલા અને અનેક લોકો એ એમની ટીકા કરી હતી ત્યારે કોઈ બાબતની ટીકા કરતા પહેલા તેની હકીકત જાણાવી જરુરી છે અને દેવાયતભાઈ ખવડે આ અંગે એક વીડીઓ મુકી ને સ્પષ્ટતા પણ કરી હતી છે આ ઝઘડા મા તેમને કાઈ લેવા દેવા નથી. દેવાયત ખવડ ની હાલ લોક ચાહના પણ એટલી જ છે અને તે જે કાઈ છે એ તેની મહેનત થી છે.
કારણ કે તેવો એ જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે. તો ચાલો જોઈએ કેવી રીતે એક પ્રખ્યાત ડાયરા ના કલાકાર બન્યા?? દેવાયત ખવડ નો જન્મ 13 સપ્ટેમ્બર 1986 ના રોજ સુરેન્દ્રનગર ના દુધીઈ ગામ તેમનો જન્મ થયો હતો અને તેમણે ધોરણ ૧-૭ સુધીનો અભ્યાસ દુધઈમા કર્યો હતો અને ત્યારબાદ માધ્યમિક શાળામા અભ્યાસ કરવા માટે દૂધરેજથી ૪ કિલોમીટર દૂર સડલા ગામમા જતા હતા. પરંતુ તેમને ભણવામા બીલકુલ રસ નહોતો.
દેવાયતભાઈ ખવડ ના પિતા નુ નામ દાનભાઈ ખવડ છે અને તેવો પાસે જમીન નહોતી પરંતુ ખેતરો મા કામ કરતા હતા અને ઘરની આર્થિક સ્થિતિ પણ આટલી સારી નહોતી. દાવયત ખવડ ભણવા મા સારા નહોતા પરંતુ જીવન મા કાંઈક કરવું હતુ ત્યારે એક દિવસ તેમણે ઈશરદાન ગઢવી ને સાંભળ્યા અને ત્યાર બાદ તેવો એવો એ નક્કી કરી લીધુ હતુ કે જીવન મા શુ કરવુ? ત્યાર બાદ તેવો સારા કલાકરો ને સાંભળતા અને તેમના મામા પાસે થી મળેલા પુસ્તકો અને સાહિત્ય વાંચવા લાગ્યા.
જેમા ખાસ પુસ્તકો સૌરાષ્ટ્ર ની રસધાર, સોરઠી બહારવટિયા વગરે અનેક પુસ્તકો વાંચવા લાગ્યા. અને તેમણે તેમનો પ્રથમ પ્રોગ્રામ હનુમાનજી ના મંદીર કર્યો અને તેમાં માત્ર 10 લોકો જ હાજર હતા. જેમા તેમણે પરભાતીયુ ગાયુ હતુ બાદ મા તેવો ને ખ્યાલ આવ્યો કે પરભાતીયુ તો સવારે જ ગવાઈ.
હાલ, તે જે સ્તરે પહોંચ્યા છે ત્યા પહોંચવા માટે તેમણે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દેવાયતભાઈ ખવડે અન્ય કલાકરો નો પ્રોગ્રામ મા જતા અને વચ્ચે હોલ્ટ પડે ત્યારે તેવો ને ગાવાનો મોકો મળતો. અને શરુવાત ના કાર્યક્રમો પુરસ્કાર લીધા વગર જ કરતા હતા. પરંતુ સતત મહેનત અને પ્રેકટીસથી એક સારા કલાકાર બની ગયા અને આજે તેમની લોક ચાહના ઘણી વધી ચુકી છે અને સાથે પોતાનુ જીવન પણ બદલી નાખ્યુ છે.
દેવાયતભાઈ ખવડે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ અને મહારાણા પ્રતાપનો ઈતિહાસ ખુબ જ તેજસ્વી શૈલીમા રજૂ કર્યો છે અને ઇતિહાસને વર્તમાન પ્રેરણાદાયી બનાવવાનું કામ સારી રીતે પૂરું કરી રહ્યા છે.