સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા બે પ્રેમી પંખીડાઓ લગ્ન કરાવી દીધા પરિવારે…
સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક આ વીડિયો કોઈકનું જીવન બરબાદ કરી શકે છે તો કોઈક વ્યક્તિનું જીવન સફળ બની જાય છે. હાલમાં જ એક એવી ઘટના બની જેના લીધે તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના હાસ્યપ્રદ અને ચોંકાવનાર છે. ચાલો જાણીએ કે આખરે સમગ્ર ઘટના શું બની હતી.તે જાણીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,મધ્ય પ્રદેશન બૈતૂલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાને કારણે બંને પ્રેમી પંખીડાઓના લગ્ન થઈ ગયા. ખરેખર આ ઘટના ખૂબ જ ચોકવનારી છે.
તમને પણ વિચાર આવે કે વીડિયો વાયરલ થવા થી કોઈના લગ્ન કંઈ રીતે થઈ શકે છે. અંતે પ્રેમ કરનારા જોડાની જીત થઈ છે. યુવતીના પરિવારના સભ્યોએ જ પોતાની દીકરીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. સોમવારે તમામ રીતિ-રિવાજની સાથે દીકરી અને તેના પ્રેમના વિવાહ સંપન્ન કરવામાં આવ્યા. આ તમામ ઘટના ત્રણ દિવસ પહેલા બૈતૂલના ગંજ વિસ્તારમાં પોતાની બહેને પ્રેમ લગ્ન કરતાં નારાજ એક યુવકે જાહેર રસ્તા ઉપર જ જોરદાર હોબાળો કરી દીધો હતો.
યુવકે પોતાના ત્રણ દોસ્તોની સાથે મળી પોતાની જ બહેનને રસ્તા પર વાળ પકડીને ખૂબ જ અમાનવીય રીતે ઘસડી હતી અને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વાતે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધું હતું.આ વિડ્યો વાયરલ થતાની સાથે જ બનાવ એવો બન્યો કે, 24 કલાકમાં પોલીસ તપાસ લાગી ગઈ અને બહેન સાથે દુર્વ્યવહાર કરવા બદલ અને સાથે મારપીટ કરવાના મામલામાં.
તેના ભાઈ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, યુવતીના પરિજનોએ તેના પ્રેમી સાથે જ તમામ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કરાવી દીધા હતા.આને કહેવાય નસીબ જોર કરવા. ખરેખર આ ઘટના એક રીતે જોઇએ તો આકસ્મિક બની.પણ કહેવાય છે ને જે થાય છે તે સારું જ થાય છે.આ સમગ્ર પ્રકરણને એક યુવકે પોતાના મોબાઇલ કેમેરામાં શૂટ કરી દીધો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો હતો.