Entertainment

આઠમા માળે થી પડી જતાં બે વર્ષના બાળકનું થયું દુઃખદ નિધન! આવી રીતે ઘટી ઘટના…

નાના બાળકો નું ધ્યાન દરેક માતા-પિતાએ રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે જાણતાં હોઈએ છીએ કે બાળકો અનેક વખત મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ગંભીર ઘટના બની જેમાં એક બાળક પોતાનો જીવ ગુમાવ્યો. વાત જાણે એમ હતી કે, સુરતના કતારગામ લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી માત્ર બે વર્ષના બાળક પડી જતા ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું.

ખરેખર પરિવાર ઉપર તો જાણે આફત આવી ગઈ અને શોકમાં મુકાંઈ ગયા હતા. વાત જાણે એમ છે કે રમતાં રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં થઈ કેદ થઈ હતી અને જફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના દરેક માતાપિતા માટે શીખ લેવા જેવી છે. તમારા બાળકોને ક્યારેય પણ એકલા ન રાખો અને ઊંચાઈ વળી જગ્યા એ તો સાવ નહિ.

આ બાળક રમી રહ્યો હતો અને આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. દરમિયાન તેણે શારીરિક સમતોલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. CCTVમાં કેદ દૃશ્યોમાં બાળક જ્યારે પેસેજની ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યું હતું ત્યારે એમાં કોઇ પરિવારજન નજીકમાં દેખાઈ રહ્યાં નથી.

એક નાનીસરખી બેદરકારી બાળકનો જીવ લઈ શકે છે. ગ્રિલ કે પેસેજમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતાં રમતાં આ ઘટના બની શકે છે, એથી પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું જોઈએ નહીં.તેમજ આ પ્રકારે જો બાળક નીચે પડી જાય એવી જગ્યા હોય તો એને બંધ રાખવી જરૂરી છે.

મોટા ડેમોવાળી ગ્રિલ બિલ્ડરોએ પણ ન રાખવી જોઈએ અને આ પ્રકારની ગ્રિલ હોય તો ફ્લેટ લેતી વખતે જ માતા-પિતાએ અન્ય નાની-નાની ગ્રિલ ફિટ કરાવી દેવી જોઈએ, જેથી કરીને ત્યાંથી કોઈ વસ્તુ નીચે ના પડી જાય. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, ખરેખર આ બાળકનું નિધન થતા તેમના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ હતી. ઈશ્વર આ બાળકની આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!