નાઈટ ડ્યુટી દરમ્યાન પોલીસ જવાન નુ મૃત્યુ થતા પોલીસ પરીવાર મા શોક નુ મોજુ..
બે દિવસ પહેલા જ એક પોલીસ કર્મી નુ રોડ એક્સીડેન્ટ મા મોત થતાં પોલીસ બેડા મા સન્નાટો છવાયો હતો ત્યારે ફરી એક દુખ દ સમાચાર સામે આવ્યા છે જેમા વડોદરા મા 26 વર્ષિય પોલીસ કર્મી નુ હાર્ટ એટેક થી મોત થતા દુખ ની લાગણી છવાઈ હતી.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવુભાઇ ધનજીભાઈ મુળિયા (ઉ.વ.26),(રહે,અકોટા પોલીસ લાઈન, વડોદરા) ગુરૂવારે નાઇટ ડ્યુટી હતી અને તેઓ પી.સી.આરની ડ્રાઈવિંગ ડ્યુટીમાં હતા. ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યા થી તેવો ને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
ત્યારે તબીબોએ તેમને સારવાર આપી હતી પરંતુ ટુંકી સારવાર ના અંતે ભાવુભાઈ નુ મોત થયુ હતુ. પોલીસ કર્મી નુ આ રીતે અચાનક ફરજ દરમ્યાન મોત થતા પોલીસ બેડા મા અને પરીવાર મા શોક નુ મોજુ ફરી વળ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શહેર પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત 12 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
