Gujarat

આ IPS ની કામગીરી કરવાની પધ્ધતી જાણશો તો સલામ કરશો…

આજે આપણે એવા પોલીસ ઓફીસર ની વાત કરવાના છીએ જેના વિશે જાણી ને તેમને સલામ કરશો. સામાન્ય રીતે પોલીસ મા ફીટનેસ નુ ઘણુ મહત્વ હોય છે અને આજના સમય મા પોલીસ બેડા મા આ બાબત ને ખાસ ધ્યાન મા લેવામા આવતી હોય છે. ત્યારે આપણે જે આઈ.પી.એસ ની વાત કરીએ છીએ એ ફીટનેસ આઈકોન કહી શકાય. આ ઉપરાંત આ IPS ઓફીસર ની અન્ય બાબતો જાણશો તો સલામ કરશો.

આપણે જેની વાત કરીએ છીએ તેનુ નામ ડી.સી સાગર છે જેવો 1992 ના બેચ ના છે તેમનો કામ કરવાનો અંદાજ એક દમ અલગ છે અને સાથે પ્રેરણા રૂપ પણ છે. મધ્ય પ્રદેશ ના નકસલી વિસ્તાર બાલાઘટ રેન્જ ના તેવો IG / પોલીસ મહાનીક્ષક છે. પરંતુ તેના થી નકસલી અને ગુંડાઓ થર થર કાપે છે. ડી.સી સાગર વધારે ઓફીસ મા રહેતા નથી તેવો વધારે ફીલ્ડ મા રહેવાનુ પસંદ કરે છે અને તેમની છાપ એક સિંઘમ જેવી છે.

ખુંખાર નકસલી વિસ્તાર મા હથિયારો અને સુરક્ષા વગર ફરજ પર જવુ મુશ્કેલ છે પરંતુ ડી.સી સાગર ક્યારેક સાઈકલ લઈ ને તો કયારેક હોડી મા બેસી ને ચેકીંગ કરવા નીકળી જાય છે. તેવો નુ કાઈ નક્કી નથી હોતુ કયારેક ભરી બંધુકે નકસલી વિસ્તાર મા પહોચી જાય છે.

૧૯૯૨ની બેન્ચના IPS ડી.સી.સાગરે જાન્યુઆરી,૨૦૧૬ની IPS સર્વિસ મીટમાં જણાવેલું કે”ઓફિસમાં બેસી રહેવાથી પોલિસીંગ ના થઇ શકે.આપણા જવાનોને વધુ ઉત્સાહી બનાવવા માટે અધિકારી બનીને નહી પણ એમની સાથે ખભે-ખભા મિલાવીને કામ કરવું પડે છે.”

આ ઉપરાંત તેવો મોટે ભાગે સાઈકલ નો ઉપયોગ કરે છે તેવો નુ માનવુ છે કે આમ કરવાથી ,”સાઇકલથી પેટ્રોલિંગ કરવાથી પોલીસકર્મીઓ જે-તે સ્થળ પર વધુમાં વધુ સમય રહી શકે છે.પાતળી ગલીઓમાં પણ સરળતાથી ફરી શકે છે અને વળી ગુનેગારોને ગાડીનો અવાજ સાંભળીને ભાગવાનો મોકો નથી મળતો. આનાથી કામ પણ સરળ બને છે અને પર્યાવરણની રક્ષા પણ થાય છે.”

અહી એક અન્ય ઘટના ની વાત કરીએ તો એક વાર સામાન્ય વિદ્યાર્થી પહારવેશ મા ડી.સી સાગર તેની ઓફીસે પ્રથમ વખત પહોંચે છે અને સ્ટેનો ને કહે છે કે જરા IG નો CUG નો નંબર આપો ને ?
ત્યારે સ્ટેનો એ કડકાઈ થી પુછ્યુ કે શુ કામ છે તમારે?? ત્યારે ડી.સી સાગર કોમળતા થી જવાબ આપ્યો કે હુ અહી નો નવો IG/મહાનીક્ષક ! ત્યારે સ્ટેનો ના ચહેરા નુ બધુ નુર ઉડી ગયુ અને સોરી સરર…કરી ને સલામ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!